ધંધુકા તાલુકાના ગુંજાર ગામે અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો. - At This Time

ધંધુકા તાલુકાના ગુંજાર ગામે અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.


ધંધુકા તાલુકાના ગુંજાર ગામે અમદાવાદ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો

અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના ગુંજાર ગામની પીએમ શ્રી ગુંજાર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં અમદાવાદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી કે સાહેબના અધ્યક્ષપણા હેઠળ બાલવાટિકાના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ પ્રસંગે ધંધુકા પ્રાંત અધિકારીશ્રી પી. બી. કુંભાણી સાહેબશ્રી, ધંધુકા મામલતદારશ્રી વિજયસિંહ ડાભી, ધંધુકા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી બ્રિજરાજસિંહ વાળા, જિલ્લા શિક્ષણ સમિતિના સભ્યશ્રી વિજયસિંહ બારડ, એપીએમસી ધંધુકાના પૂર્વ ચેરમેનશ્રી સહદેવસિંહ ગોહિલ, ખરીદ વેચાણ સંઘના ચેરમેનશ્રી ભુપતસિંહ ચુડાસમા, ધંધુકા તાલુકા પંચાયતના સદસ્યશ્રી દિનેશભાઈ ડુમાણિયા, ધંધુકા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી ડૉ. રઘુવીરસિંહ ચુડાસમા, ગુંજાર ગામના સરપંચશ્રી, ધંધુકા તાલુકાના હેલ્થ ઓફિસરશ્રી ડૉ. મેહુલભાઈ જાદવ એસ.એમ.સી. અધ્યક્ષશ્રી મેહુલભાઈ સાપરા તેમજ ગામના આગેવાનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને દાતાશ્રી દ્વારા કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના, NMMS, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તમામ બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કીટ અને ઇનામ વિતરણના દાતાશ્રી મુકેશભાઈ કણઝરીયા અને કાનાભાઈ ગમારાનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર સાહેબશ્રી દ્વારા કાર્યક્રમના અંતે એસ.એમ.સી. સભ્યો સાથે વિસ્તૃત મીટીંગ કરવામાં આવી હતી. શાળા પરિસરમાં મોડેલ રૂમ, સરકાર તરફથી મળેલ સાહિત્ય પ્રદર્શનની, સ્માર્ટરૂમ વગેરેની મુલાકાત લેવામાં આવી હતી. પ્રવેશ લેનાર સૌ બાળકો તેમજ શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.