સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ પાસેથી લઈ જવાતો ગેર કાયદેસર દારૂ સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ પી આઈ શ્રી એચ.વી.તડવી અને તેમના સ્ટાફે રંગે હાથે ઝડપી પાડ્યો. - At This Time

સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ પાસેથી લઈ જવાતો ગેર કાયદેસર દારૂ સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ પી આઈ શ્રી એચ.વી.તડવી અને તેમના સ્ટાફે રંગે હાથે ઝડપી પાડ્યો.


સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ પાસેથી લઈ જવાતો ગેર કાયદેસર દારૂ સ્ટેટ વિજિલન્સ મોનીટરીંગ સેલ પી આઈ શ્રી એચ.વી.તડવી અને તેમના સ્ટાફે રંગે હાથે ઝડપી પાડ્યો.

સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડા ગામ પાસેથી પસાર થઈ રહેલી પીકઅપ ડાલા ગાડી ને સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર ને મળેલ બાતમીના આધારે આ ગાડી રોકી ને તપાસ કરતાં પીકઅપ ડાલા ની ચેચીસ પર ઓઈલ ભરવાની ટાંકી બનાવી ફીટ કરવામાં આવેલ હતી આ ટાંકી માં વચ્ચે પાટેશન કરી ને ટાંકી ની પાછળનાં ભાગમાં બળેલા જેવું ઓઈલ ભરેલ ને બીજા ભાગમાં વિવિધ બ્રાન્ડ નો ઈંગ્લીશ દારુ, બીયર વિગેરે ની અંદાજે એકસો દસ પેટીઓ પાસ પરમીટ વગર વહન કરી ને લઈ જતાં સ્ટેટ વિજિલન્સ ટીમે ઝડપી પાડેલ ને ગાડીનાં ચાલક ને અન્ય એક વ્યક્તિને ઝડપી ને તેની પુછપરછ હાથ ધરવામાં આવેલ છે.

આ ઈંગ્લીશ દારુ નો જથ્થો રાજસ્થાન તરફથી ભરીને અમદાવાદ તરફ લઈ જવાતો હતો.
આ ઘટનામાં દારૂ ની હેરાફેરી કરતાં વાહન પીકઅપ ડાલા જેની અંદાજિત કિંમત રૂપિયા ત્રણ લાખ ને પકડાયેલ ઈંગ્લીશ દારુ નો અંદાજીત કિંમત રૂપિયા ચાર લાખ નો મળી કુલ મુદ્દામાલ રુપિયા સાત લાખ નો કબજે કરી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સંતરામપુર તાલુકો રાજસ્થાન ની બોડૅર ને અડી ને આવેલ હોય રાજસ્થાન માંથી દારૂ નાં જથ્થો ગેરકાયદેસર રીતે મેળવી ને તેની મોટાપાયે હેરાફેરી થતી હોય છે એવી લોક ચર્ચાઓ ચાલતી હોય છે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.