ભાભર નામદાર કોર્ટ ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧૦ હજારનો દંડ અને ૨ વર્ષની સજા ફટકારી... - At This Time

ભાભર નામદાર કોર્ટ ચેક રિટર્ન કેસમાં આરોપીને ૧૦ હજારનો દંડ અને ૨ વર્ષની સજા ફટકારી…


ભાભરના ટાઉન ફરિયાદી રાઠોડ મનહરસિંહ(ડી.એલ.) લેબુભા ભાભર નવા વાળાને ખારા ગામનાં ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈને ઘરકામ અર્થે નાણાંની જરૂરિયાત ઉભી થતાં ફરિયાદી જોડેથી રૂપિયા.૫,૦૦,૦૦૦/- પાંચ લાખ પુરા હાથ ઉછીના લીધેલ. જે રકમની ઉઘરાણી ફરિયાદીએ વારંવાર કરતા આ આરોપી ચૌધરી નાગજીભાઈ રણછોડભાઈ ખારાવાળાએ ફરિયાદીને ચેક આપેલ. જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં નાખતા ચેક રિટર્ન (પરત) આવેલ. ત્યારબાદ આ કામના ફરિયાદીએ ચેકના નાણાં અને ન્યાય મેળવવા માટે ભાભર નામદાર કોર્ટ સમક્ષ વકીલશ્રી હર્ષદ આર.ચૌધરી દ્વારા ફરિયાદ રજૂ કરવામાં આવેલ. જે ફરિયાદ ચાલી જતાં તા.૦૨/૦૧/૨૦૨૫ ના રોજ ભાભર નામદાર કોર્ટના જજ સાહેબશ્રી એસ.પી.દવે નાઓએ ચેક રિટર્ન કેસમાં આરોપીને રૂપિયા.૧૦,૦૦૦/- નો દંડ, બે વર્ષની સજા અને ફરિયાદીને પાંચ લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ અને ફરિયાદીને રકમ નાં ચૂકવે તો વધુ ૬ માસની સજાનો હુકમ કરેલ છે. આજે ફરિયાદીની ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાં વકીલશ્રી હર્ષદ આર. ચૌધરી( પૂર્વ.ભાભર બારના પ્રમુખશ્રી)ની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને ભાભર નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે...


9913475787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.