ત્રિવેણી સોસાયટીમાં ધરાર પ્રેમી રાજેશના ત્રાસથી રાજલે આપઘાત કરી લીધાનું તપાસમાં ખુલ્યું

ત્રિવેણી સોસાયટીમાં ધરાર પ્રેમી રાજેશના ત્રાસથી રાજલે આપઘાત કરી લીધાનું તપાસમાં ખુલ્યું


રાજકોટના સંત કબીર રોડ પર આવેલી ત્રિવેણી સોસાયટીમાં રહેતા ત્યકતા રાજલબેન મેવાડાએ ગઈકાલે ગળાફાંસો ખાઇ આપઘાત લીધો હતો.આ બનાવમાં પોલીસે પ્રેમી રાજેશ મકવાણા(રહે.લાલપરી સોસાયટી)ના શખ્સ સામે આપઘાતની ફરજ પાડવાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. ત્રિવેણી સોસાયટીમાં રહેતા મધુબેન મહેશભાઇ ગોવિંદભાઇ મેવાડા (ઉ.વ.50)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,આજથી આશરે આઠેક વર્ષ પહેલા વાકાનેર ખાતે અમારી જ્ઞાતીના રીત રીવાજ મુજબ રાજલને પરણાવેલ જેને સંતાનમાં એક ભાણી નામે છે.આ મારી દીકરી રાજલનુ ઘરસંસાર સારી રીતે ન ચાલતા 2020ના વર્ષમાં રાજલના છુટાછેડા થતા ત્યારથી તે અમારા ઘરે તેની ભાણી સાથે રહેતી હતી.છેલ્લા ત્રણ વર્ષથી લાલપરી ખાતે રહેતા રાજેશભાઇ મકવાણા અમારા ઘરે અવાર નવાર આવતો અને રાજલને તેની સાથે સંબધ ન રાખવો હોય તો પણ તે પરાણે રાજલ ને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરતો અને રાજલ ને ગાળો આપી મારકુટ પણ કરતો હતો.
તા.13/03 ના રોજ સવારના હું તથા મારી બેન સોનલબેન,રાજલની ભાણી તથા પીન્ટુભાઇ ના બે દીકરા બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના કેરીયાગામે મારી ભત્રીજી ગુડીબેન ના ઘરે માતાજીનો માંડવો હોઇ ત્યાં જવા રવાના થયા હતા રાજલ એકલી રહેલ બાદ સાડા અગીયારેક વાગ્યા ના સમયે નણંદ નીલાબેનના દીકરા ભીમાભાઇ નો ફોન આવેલો અને તેણે મને જણાવ્યું કે તમારા ઘરમાં કંઇક બનેલ છે.આજુ બાજુના માણસો તમારા ઘરમાં જાય છે તો તમો આવી જાવ.
ફરી કોલ કરતા તેણે જણાવેલ કે તમારા ઘરમાં રાજેશ મકવાણા છે તેના ખોળામાં રાજલનુ માથુ રાખીને બેઠેલ છે અને રાજલ મૃત્યુ પામી છે.બાદમાં અમે ઘરે આવતા ત્યાં પોલીસ હાજર હતી બાદ મા રાજલના મૃત્યુદેહનું સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.આ બનાવનું કારણએ છે કે રાજલને આ રાજેશ જબરજસ્તીથી સંબધ રાખવા માટે મજબુર કરતો હતો અને તે મારી દીકરી રાજલ સાથે જબર જસ્તીથી સંબંધ રાખતો હતો.તે રાજલ ને ગમતુ ન હતુ તેમ છતા તે અમારા ઘરે આવતો હતો. મારી દીકરી રાજલ સાથે આડા સંબંધ રાખતો હતો જેથી મારી દીકરી આ રાજેશભાઇ મકવાણાથી કંટાળી ગઈ હતી.જેથી રાજલે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે ગુનો નોંધી રાજેશને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી છે.
પોલીસ પહોંચી ત્યારે પ્રેમી રાજેશ રાજલના મૃતદેહને ખોળામાં લઇ બેઠો’તો,હત્યાનો આક્ષેપ કરતા મૃતકના મામા
રાજલના મામા નિવૃત્ત ફૌજી હીરાલાલ એ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,જ્યારે અમોને ફોન આવ્યો કે રાજલે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ત્યારે અમે તેના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જોયું તો પોલીસ પણ હતી તેમજ રાજલનો મૃત્યુદેહ ધરાર પ્રેમી રાજેશના ખોળામાં પડ્યો હતો. હીરાલાલે વધુમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે,રાજલ જ્યારે ઘરે એકલી હતી ત્યારે રાજેશ ઘરે આવ્યો હતો અને તેમણે રાજલ સાથે બળજબરી કરી હતી.રાજલ તાબે ન થતા તેમની હત્યા નિપજાવી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »