તા.૧૩-૦૯-૨૦૨૪ નાં રોજ જુનાગઢ જિલ્લાના કેશોદમાં ઉમરેટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન - At This Time

તા.૧૩-૦૯-૨૦૨૪ નાં રોજ જુનાગઢ જિલ્લાના કેશોદમાં ઉમરેટીયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન


👁 ચક્ષુદાન-મહાદાન👁

જુનાગઢ જિલ્લાના કેશોદમાં તા. 13/09/2024 ને શુક્રવાર,ભાદરવા સુદ દશમના રોજ સ્વ.ગંગાબેન પરશોતમભાઈ ઉમરેટીયા,(રહે.બરસાનાસોસાયટી મનમંદિર),ઉ.વર્ષ.75નું દુઃખદ અવસાન થયેલ છે, કે જેઓ દિલસુખભાઈ પરશોતમભાઈ ઉમરેટીયાના માતૃશ્રી થાય છે.

આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.ગંગાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી સરકારી આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા જયેશભાઈ સોલંકીએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, રહિજ ગામના હરદિપસિંહ જેઠવા તેમજ રઘુવંશી હોસ્પિટલ કેશોદના ડૉ.સ્નેહલ તન્ના સાહેબ દ્વારા મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંક વેરાવળ,જિ.ગીર સોમનાથને પાર્થભાઈ વાળા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં.

ચક્ષુદાન કલેક્શન વખતે રાજેશભાઈ નંદાણિયા અને સચિનભાઈ જોટવાએ જરુરી મદદ અને વ્યવસ્થા કરી આપી હતી.

આજના આ ચક્ષુદાનનો સ્વિકાર ભારત વિકાસ પરિષદ અને ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

ઉમરેટીયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને સ્વ.ગંગાબેનને શ્રધ્ધાંજલી અર્પે છે.

આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

ઉમરેટીયા પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા,માંગરોળ જાયન્ટ્સ ગૃપ,વંદેમાતરમ્ ગૃપ-માંગરોળ,સ્વ.લક્ષ્મણભાઈ એ.નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ,સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ,શ્રી ડુગરગુરુ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જુનાગઢ,ગીરનારી બ્લડ ગૃપ-જુનાગઢ,ભારત વિકાસ પરિષદ,માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો,માંગરોળ ડોક્ટર એસોસિએશન, ઈન્ડિયન વુમન રાઈટ્સ એસોસિયેશન-માંગરોળ તેમજ પ્રભાતફેરી ધૂન મંડળ દ્વારા બિરદાવવામાં આવે છે.અને આપના પરિવાર પર આવી પડેલ મુશ્કેલીને સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ. તેમજ સ્વર્ગસ્થ ગંગાબેનના આત્માને શ્રી કૃષ્ણના ચરણોમાં સ્થાન મળે તે પ્રાર્થના સહ શ્રધ્ધાંજલી....

મિત્રો આ તકે આપને જણાવી એ છીએ કે આપણા વિસ્તાર મા કોર્નિયા થી અંધ લોકો આપના ધ્યાનમાં હોય તો એમના ઓપરેશન પહેલા ની તપાસ કરી ને ઓપરેશન માટે ફીટ હોવી જોઈએ. મતલબ આ આંખ ના કોર્નિયાનું પ્રત્યારોપણ ત્યારે જ શક્ય બને છે કે એમના સ્નાયુ બિલકુલ સ્વસ્થ હોય, પડદો આંખનો ડેમેજ ન થયો હોય, આંખનું પ્રેશર નોર્મલ હોવું જરૂરી છે સાથે સાથે બી.પી., ડાયાબિટીસ વગેરે પણ જોવાતું હોય છે. આમ જે લોકો ને કોર્નિયા થી અંધ વ્યક્તિ હોય એમને ભારત કોર્નિયા અંધત્વ મુક્ત અભિયાન અંતર્ગત નેત્ર પ્રત્યારોપણ શક્ય હોય છે.આવી વ્યક્તિ ની જાણ કરવા વિનંતી છે જેથી એમને આપણે દ્ષ્ટિ ફરી થી અપાવી શકીએ છીએ.
રિપોર્ટર સુદીપ ગઢીયા -9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image