મોટા ખુંટવડા ખાતે વિવિધ વિસ્તારોમાં અયોધ્યાથી આવેલા અક્ષત ભરેલા કળશનું કંકુતિલક અને વધામણાં કરી સ્વાગત કરાયું. - At This Time

મોટા ખુંટવડા ખાતે વિવિધ વિસ્તારોમાં અયોધ્યાથી આવેલા અક્ષત ભરેલા કળશનું કંકુતિલક અને વધામણાં કરી સ્વાગત કરાયું.


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ખાતે શ્રી સિધ્ધ ગણેશ આશ્રમના વંદનિય થાનાપતિશ્રી પરમ પુજય શ્રી ભારદ્વાજ ગિરી બાપુની ઉપસ્થિતિમાં હિન્દુ સમાજ દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરાયું હતું. અયોધ્યામાં રામજનભૂમિ પર નિર્માણ પામેલા રામમંદિરમાં ભગવાન રામલલ્લા આગામી તા. 22મી જાન્યુઆરીએ ભવ્યતાથી બિરાજમાન થવાનાં છે અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે મોટા ખુંટવડા ખાતે અને સમગ્ર ભાવનગર જિલ્લામાં હિન્દુ સમાજ અને ભાવિક ભક્તોમાં પણ આ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે લોકોમાં ભક્તિનો આનંદો સંચાર થાય તે માટે મોટા ખુંટવડા ગામના હિન્દુ સમાજ અને ભાવિક ભક્તો દ્વારા અયોધ્યાથી આવેલા પુજીત અક્ષત (ચોખા) ભરેલા કળશની યાત્રા યોજવામાં આવી હતી.આ યાત્રા વાજતે ગાજતે અને જયશ્રી રામ ના નારા સાથે વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. ત્યારે જે તે વિસ્તારોમાં ભાવિક ભક્તોએ કળશયાત્રાનું કંકુતિલક અને વધામણાં કરી સ્વાગત કર્યું હતું. આ યાત્રા શ્રી મહાકાળી આશ્રમ, ખોડીયાર માતાજી મંદિર,શિતળા માતાજીનો પ્લોટ વિસ્તાર,ગોરસ રોડ હનુમાનજી મંદિર,ખેડાપતિ હનુમાનજી મંદિર,ઠાકર મંદિર, દુધેશ્વર મહાદેવ હવેલી ચોક સહિતનાઓ વિવિધ વિસ્તારોમાં આ કળશ યાત્રા ફરી હતી.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.