એક જ મકાનમાં ભાડે રહેતા ભાડુઆતને મકાન ખાલી કરાવતા પતિ-પત્ની પર હુમલો - At This Time

એક જ મકાનમાં ભાડે રહેતા ભાડુઆતને મકાન ખાલી કરાવતા પતિ-પત્ની પર હુમલો


શહેરના ગોંડલ ચોકડી, રિધ્ધિ સિધ્ધિ સોસાયટી શેરી નં.રમાં એક જ મકાન રહેતા બે ભાડુઆત બાખડી પડયા હતા. જેમાં એક ભાડુઆતને મકાન ખાલી કરાવાતા તેમને અન્ય ભાડુઆત પતિ-પત્ની પર હુમલો કર્યો હતો.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેનાર કાજલબેન રાજેશભાઇ ગોહેલ (ઉ.વ.ર9) અને રાજેશભાઇ ભગવાનજીભાઇ ગોહેલ (ઉ.વ.3પ)એ કરેલા આક્ષેપ મુજબ તેઓ જે મકાનમાં ભાડે રહે છે તેમાં નીચેના માળે ભાડે રહેતા મુકતાબેનને મકાન માલિકે મકાન ખાલી કરવા કહી દીધુ હતું. જેથી તેઓને એવી શંકા ગઇ કે રાજેશભાઇ અને કાજલબેને જ કહેતા મકાન માલિકે તેને મકાન ખાલી કરાવ્યું છે.
આ બાબતે આજે સવારે 9 વાગ્યા આસપાસ મુકતાબેન અને તેમના પુત્ર પિયુષે ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ઘર બહાર ઉભા રહી તમને ઘરની બહાર નહીં નીકળવા દઇએ તેવી ધમકી આપતા કાજલબેને 100 નંબર પર ફોન કર્યો હતો. પોલીસ વાન આવતા તમામને આજી ડેમ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા.ત્યાંથી પતિ-પત્ની બંનેએ સિવિલ હોસ્પિટલે સારવાર લીધી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.