ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/c0unfncldnmbcm3t/" left="-10"]

ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ


ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પ્રભાસ પાટણ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૪૨૨૦૨૪૭/૨૦૨૨, ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા.૦૫/૦૨/૨૦૨૩ ના રોજ અમરેલી એસ.ટી.બસ સ્ટેશન મુકામેથી મજકુર આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને ગીરસોમનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી ઉપર મોટર સાયકલ ચોરીના ઘણા ગુનાઓ હોય અને તે ગુનાઓના કામે નામ.કોર્ટમાં હાજર રહેતો ન હોય, જેથી મજકુર આરોપીના નામ.સિવિલ કોર્ટ, વેરાવળના ત્રણ પકડ વોરંટ, તાલાલા કોર્ટના બે પકડ વોરંટ અને ગોંડલ કોર્ટમાંથી બે પકડ વોરંટ એમ કુલ સાત પકડ વોરંટ ઇસ્યુ થયેલ હતાં.

→ પકડાયેલ આરોપીની વિગતઃ-

રાકેશ ઉર્ફે રાકલો અમરાભાઈ સોલંકી, ઉં.વ.૩૧, રહે.મુળ બાંભણીયા, તા.વડીયા, જિ.અમરેલી હાલ રહે.જુનાગઢ, ફકીરવાડો, મજેવડી દરવાજાની સામે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, મનિષભાઈ જોષી, પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ. રાહુલભાઈ ધાપા, નિકુલસિંહ રાઠોડ, ભાવિનગીરી ગૌસ્વામી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]