માંડવા ગામે આરોગ્ય વિભાગ દ્વારા પોરા ભક્ષક ગપ્પી માછલી મૂકવામાં આવી.
ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર માંડવાના પેટા આરોગ્ય કેન્દ્ર માંડવા ગામે મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરીયા તથા ચિકનગુનિયા ન ફેલાય તે અનુસંધાને ગામમાં વાપરવાના પાણીના પાત્રો જેવા કે સિમેન્ટની ટાકી-ટાકા તથા કાયમી ભરાઈ રહેતા પશુઓના હવેડાઓમાં ગપ્પી માછલી મૂકવામાં આવી. આ ગપ્પી માછલી મચ્છરના લાર્વા (ઈંડા), પોરા તથા પ્યુપાનું ભક્ષણ કરે છે અને મચ્છરનો ઉપદ્રવ ઘટાડે છે, જેનાથી મચ્છરજન્ય રોગો ડેન્ગ્યુ, મેલેરિયા તથા ચિકનગુનિયા જેવા રોગોથી બચી શકાય છે. ગામમાં મચ્છરજન્ય રોગો વિશે પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલ. આ કામગીરી આરોગ્ય કર્મચારી મુકેશભાઈ મારૂ દ્વારા કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.