રાજકોટ મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ પામેલ આવાસો નું ઈ-લોકાર્પણ કરવામાં આવેલ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/byuo5c8avpelrftb/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા પ્રધાનમંત્રી આવાસ યોજના નિર્માણ પામેલ આવાસો નું ઈ-લોકાર્પણ કરવામાં આવેલ.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા રૂ.૩૩૪.૩૩ કરોડના ખર્ચે વિવિધ (૬) સ્થળે નિર્માણ પામેલ આવાસ યોજનાઓના ૩૫૨૬ આવાસો તથા રાજકોટ શહેરી સાત મંડળ દ્વારા રૂ.૯૦.૭૩ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ૧૯૫૮ આવાસોનો ઈ-લોકાર્પણ માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે કરવામાં આવેલ. આ ઉપરાંત તથા MIG પ્રકારના ૯૨૯ આવાસોનો નંબર ફાળવણી ડ્રો અને BLC હેઠળના ૮૧૬ લાભાર્થીઓનો આવાસોમાં ગૃહપ્રવેશ કરવામાં આવેલ. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન.મેયરશ્રી ડૉ.પ્રદીપ ડવ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે સંસદસભ્ય રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તથા નરેન્દ્રસિંહ ઠાકુર, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ વર્ષાબેન રાણપરા, તેમજ જુદી-જુદી સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ લાભાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. આજે ૫માં નોરતે અંબાજીના ધામથી આ શુભ પ્રસંગે માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી જણાવ્યું કે હજારો લોકો આજે પોતાના ઘરનુ ઘર મેળવશે. અને દિવાળીનુ પાવન તહેવાર પોતાના ઘરમાં ઉજવશે તેનો આંનદ અનેરો હશે. જે ગરીબ પરિવારોની જિંદગી ઝુંપડામાં વીતી છે તેઓની દિવાળી હવે રોશન થશે. આપનો દેશ નારીનુ સન્માન જાળવનાર રાષ્ટ્રો છે. દુનિયાના કેટલાય શક્તિશાળી લોકોના નામ પાછળ પિતાનું નામ હોય છે. જોકે ભારતમાં સંતાનની સાથે માતાનું નામ લખાય છે. અર્જુન પણ કુંતી પુત્ર તરીકે ઓળખાય છે. જયારે ભગવાન શ્રી કૃષ્ણણે દેવકી પુત્ર અને શ્રી હનુમાનજી મહારાજ પણ અંજની પુત્ર તરીકે ઓળખાય છે અને પુજાય છે. ભારતમાં સ્ત્રીના નામ થી સંતાન ઓળખાય છે તે આપણા સંસ્કાર છે. એવીજ રીતે આપણા સૌ માં ભારતીના સંતાન છીએ. પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ઘરનુ આર્થિક નિર્ણયો પિતા પર હોય છે. ઘર દુકાન, ખેતર વિગેરે સંપતિ પુરુષના નામે હતો જયારે આમારી સરકારે અલગ પ્રથા શરુ કરી હતી. અને ૨૦૧૪ થી મકાન મહિલાઓના નામે આપવાનું શરુ કર્યું. આજે જે બહેનો ઘર મળ્યું તે બધા લખપતિ બની ગયા છે. બહેનોને ઘર ચલાવવામાં મુશ્કેલી પડે તે માટે વિના મુલ્ય રાશનની સુવિધા ઉપ્લબ્ધ કરાયેલ છે. કન્યા કેળવણી માટે પણ સરકાર પ્રતિબધ્ધ છે. બનાસકાંઠા વિસ્તારમાં દિકરીઓને ભણાવવાનું મોટું ઉદાહરણ આપણી સામે આવી રહ્યું છે. નર્મદા નીરની યોજના થી ગુજરાતની તકદીર બદલી છે. કેન્દ્ર સરકારની દરેક મોટી યોજનામાં માતૃશક્તિ સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું કે આજે આપણે જે રેલ્વે લાઈન નાખી રહ્યા છે તેની ફાઈલ આઝાદી પહેલાની હતી. આ કામ પૂરું કરવાનું મારા નસીબમાં લખ્યું હશે. રેલ્વે લાઈનથી ઘંધો રોજગાર અને પ્રવાસનને લાભ હશે. અંબાજી દર્શન આવે પ્રવાસીં આહી ૨-૩ દિવસ રોકાય તેવી સ્થિતિ ઉભી કરી રહ્યા છે. જેથી રોજગારી ને પ્રોત્સાહન મળે. આ અવસરે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવ્યું કે નવલી નવરાત્રીમાં ૫માં નોરતે અંબાજીના ધામથી રૂ.૬૯૦૯ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપવામાં આવનાર છે. માન.પ્રધાનમંત્રીશ્રીએ પોતાના તેના પરસેવાથી વિકાસના વટ વૃક્ષનુ સિંચલ કરે છે. ૧૮૦૦ કરોડના ખર્ચે ૫૩૦૦૦ આવાસોનુ લોકાર્પણ થનાર છે. આ ઉપરાંત ગૌ વંશના વિભાવા માટે ગૌ માતાના પોષણ યોજનાના શુભારંભ થવા જઈ રહીયો છે. સાથો-સાથ તારંગા હિલ રેલ્વે લાઈન ભૂમિ પૂજન અને થરાદ વાવ ફોર લેન્ડ રોડનું ભૂમિ પૂજન થનાર છે. જેના પરિણામે મારબલ ઉદ્યોગને પ્રોત્સાહન થશે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા માન.મેયર ડૉ પ્રદીપ ડવએ જણાવ્યું કે, દરેક વ્યક્તિને “ઘરના ઘરનુ સ્વપ્ન હોય છે અને કામ ધંધેથી ઘરે આવે ત્યારે તેમને હાશકારો થાય છે. શહેરની આજુબાજુના ગામની રોજી રોટી માટે શહેરમાં લોકો આવે છે. ત્યારે ભાડાના મકાનમાં રહેતા હોય છે. જેના કારણે તેને ખુબજ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઘરવિહોણાને છત મળે તે માટે ચિંતા કરેલ છે. રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રાજ્યના ઘરવિહોણાને ઘર મળે તે માટે કામ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા પણ શહેરના ઘર વિહોણાને લાભ મળે તે દિશામાં કામ કરી રહી છે આ આવાસોમાં આંગણવાડી, ગાર્ડન, બાળક્રીડાંગણ, પ્રાથમિક સુવિધાઓ સાથે આવાસ બનવામાં આવી રહ્યા છે ભૂતકાળની સરકારે બનાવેલ આવાસોની સ્થિતિ જોઈ છે આજે ભાજપ સરકારની સાસનમાં સારા વિસ્તાર, સારી સુવિધા, સારી આવાસો આપવામાં આવી છે. વિશેષમાં મેયરશ્રી જણાવ્યું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સૌની યોજનાના માધ્યમથી રાજકોટના જળાશયો ભરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલીકા પણ ગરીબીના મધ્યમના લોકોના આરોગ્યની પણ ચિંતા કરી રહે છે. અને તમામ આરોગ્ય કેન્દ્રમાં નિશુલ્ક દવાઓ આપવામાં આવી રહી છે. શિક્ષણક્ષેત્રે પણ જુના બિલ્ડીંગની જગ્યાએ આધુનિક સુવિધા સાથેના નવા બિલ્ડીંગોમાં લોકોને વધુ સારી સુવિધા આપી રહી છે. દેશના પ્રધાનમંત્રી લોકોની આરોગ્યની ચિંતા કરી આયુષ્માન કાર્ડ હેઠળ ૫ લાખ સુધીની આરોગ્ય સારવારનો ખર્ચ આપવામાં આવી રહ્યો છે. આજના નવરાત્રીના પર્વ પ્રસંગે જે લાભાર્થીઓને પોતાના ઘરનુ ઘર મળવાનું તેવા તમામ લાભાર્થીઓને ઇશ્વરની કૃપા કાયમી વરસી રહે તેમજ સુખ સંપતિમાં વધારો થાય મેયરશ્રી શુભેચ્છા પાઠવેલ છે. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા ધારાસભ્ય માન.શ્રી ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું કે, દુનિયાનો છેડો ઘર દરેકને પોતાના ઘરના ઘરનુ સ્વપ્ન હોય છે. આ માટે માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સ્વપ્ન પૂરું કરવા વચન આપેલ જે પૂરું કરવા સરકાર સતત આગળ વધી રહી છે. દરેક વ્યક્તિને પોતાના ઘરના ઘરની ઈચ્છા હોય છે. માન.પ્રધાનમંત્રીશ્રી લોકોનુ આ સ્વપ્ન પૂર્ણતાને આરે લઇ જઈ રહ્યા છે. વિશેષમાં તેઓ કહેતા કે, તમો જે સ્વપનો જુઓ સાકાર કરવાનો ધ્યેય પણ રાખો. સરકારશ્રી દ્વારા ખુબ વ્યાજબી કીમતે આવા આવાસો ફાળવવામાં આવે છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી લોકોની પ્રગતિ માટે જે સ્વપ્ન જુએ છે કે, જે સાકાર કરવાની સક્ષમતા પણ ધરાવે છે. ૨૪ કલાક વીજળી ગામડાઓમાં મળે તે માટે તેઓના પ્રયાસથી ૧૮૦૦૦ ગામડાઓને ૨૪ કલાક થ્રીફેસ કનેકસનની વીજળી તેઓએ પૂરી પાડેલ છે. માન. પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારત દેશ વિશ્વ કક્ષાએ દેશ ખુબ જ ઉભરી રહેલ છે. આજરોજ જે લાભાર્થીઓને આવાસ મળનાર છે. તેમજ આવાસ યોજનાના ડ્રોમાં આવાસ લાગશે તે તમામને ખુબ અભિનંદન પાઠવેલ હતા. કાર્યક્રમની શરૂઆતમાં માન.મેયર ડૉ પ્રદીપ ડવ તથા મંચસ્થ ઉપસ્થતિ સૌ મહાનુભાવોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આપી હતી. બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, હાઉસીંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લીયરન્સ સમિતિ વર્ષાબેન રાણપરા દ્વારા મહાભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ કાર્યક્રમના અંતે રાજકોટ મહાનગરપાલિકાના MIG પ્રકારના ૯૨૯ આવાસોનો કોમ્પ્યુટર રાઈસ નંબર ફાળવણી ડ્રો માન મેયરશ્રી વરદ હસ્તે કરવામાં આવેલ. તેમજ ઉપસ્થિત સૌ ના મહાનુભાવો ટોકન રૂપે આવાસના લાભાર્થીઓને ચાવી આર્પણ અને BLC હેઠળના લાભાર્થીઓને આવાસોમાં ગૃહપ્રવેશ માટે ટોકન રૂપે કળશ અર્પણ કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]