મેંદરડા ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો ચાપરડા સ્થિતિ જય અંબે હોસ્પિટલ ના પ.પુ. મુક્તાનંદ બાપુ ના સહયોગથી કેમ્પ યોજાયો - At This Time

મેંદરડા ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો ચાપરડા સ્થિતિ જય અંબે હોસ્પિટલ ના પ.પુ. મુક્તાનંદ બાપુ ના સહયોગથી કેમ્પ યોજાયો


મેંદરડા ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજાયો
ચાપરડા સ્થિતિ જય અંબે હોસ્પિટલ ના પ્રણેતા પ.પૂ.મુકતાનંદબાપુ ના સહયોગથી કેમ્પ યોજાયો પરમ પૂજ્ય મુક્તાનંદજી બાપુ પ્રેરિત જય અંબે હોસ્પિટલ ચાપરડા તેમજ ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક લેબોરેટરી & નિદાન કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે શ્રી નિજાનંદ સ્કૂલ મેંદરડા ખાતે તમામ પ્રકારના કેન્સરના નિદાન તમામ પ્રકારના કેન્સરનો રિપોર્ટ નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું ચાપરડા જય અંબે હોસ્પિટલના નિષ્ણાંત કેન્સર નિષ્ણાંતો ની ટીમ દ્વારા કેન્સર ના રિપોર્ટ કરવામાં આવેલા હતા આ કેમ્પ ની અંદર મેંદરડા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પુજાબેન પ્રિયદર્શની કેમ્પને સફળ બનાવવા માટે જેહેમત ઉઠાવી હતી ક્રિષ્ના લેબોરેટરી એન્ડ ડાયગ્નોસીસ સેન્ટર & નિદાન કેન્દ્ર ના સ્થાપક દીપકભાઈ બલદાણીયા દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આ કેમ્પમાં ખાસ તાલુકા હેલ્થની ટીમ દ્વારા સેવા આપવામાં આવેલ હતી આ કેમ્પમાં 176 લાભાર્થીઓએ કેન્સરના નિદાન નો લાભ લીધેલ હતો જે રિપોર્ટ આશરે 6000 રૂપિયાનો થતો હોય છે જે રિપોર્ટ પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની પ્રેરણાથી નિશુલ્ક કરવામાં આવેલ હતા આ કેમ્પ ને સફળ બનાવવા માટે પત્રકાર કમલેશભાઈ મહેતા ધર્મેશભાઈ બલદાણીયા. ભૂમિબેન સરવૈયા. આરતીબેન ડોબરીયા, સહીત નાઓ દ્વારા જહેમત ઉઠાવી નિદાન કેમ્પ સફળ બનાવ્યો હતો રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.