મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા , દાસ ખમણના દાણાપીઠ અને બોડકદેવ એકમને સીલ કરાયા

મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા , દાસ ખમણના દાણાપીઠ અને બોડકદેવ એકમને સીલ કરાયા


        અમદાવાદ, શનિવાર, 6 ઓગસ્ટ,2022મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ હેલ્થ વિભાગ દ્વારા તળેલા
તેલની કરવામાં આવેલી તપાસ દરમિયાન દાસ ખમણના દાણાપીઠ અને બોડકદેવ એકમમાં તેલમાં
ટોટલ પોલાર કમ્પાઉન્ડ માત્રા કરતા વધુ મળી આવતા સીલ કરવામાં આવ્યા છે.મ્યુનિ.ના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોશીની
મળેલી પ્રતિક્રીયા મુજબ,ફૂડ
વિભાગ તરફથી કરવામાં આવેલી તપાસમાં તળેલા તેલની તપાસમાં ટોટલ પોલાર કમ્પાઉન્ડનું
પ્રમાણ ૬૦ અને ૮૦ જોવા મળ્યુ હતું.જે જરુરી માત્રા ૨૫ ટી.પી.સી.કરતા વધુ હતું.જેથી
આ એકમોને અચોકકસ મુદત માટે સીલ કરવામાં આવ્યા છે.૨૩ જુલાઈથી ૫ ઓગસ્ટ સુધીમાં વિવિધ
ખાદ્યચીજોના કુલ મળીને ૧૦૩ સેમ્પલ લેવામાં આવ્યા છે.જેના પરિણામ આવવાના બાકી છે.

ફૂડ વિભાગ તરફથી એડજયુકેટીંગ ઓફિસર સમક્ષ દાખલ કરવામાં
આવેલા કેસ બાદ નિવાસી નાયબ કલેકટર અને એડજયુકેટીંગ ઓફિસર દ્વારા ચાર બિઝનેસ
ઓપરેટરોને ચાર ફૂડ સેમ્પલ માટે પાંચ લાખના દંડનો હુકમ કર્યો છે.આ બિઝનેસ
ઓપરેટરોમાં ભદ્રેશ ખમાર, એસ.પી.રીંગ
રોડ,યુરેકા
હેલ્થકેર,ડીસા, ભાનુપ્રસાદ જોશી
અને ગુંજન જોશી,મોટી
અખોલ,ડીસાનો
સમાવેશ થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »