‘સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા’ રાણપુર તાલુકાના ઉમરાળા ગામે “ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ કામગીરી” થીમ આધારિત સફાઈ કામગીરી કરાઈ
(અસરફ જાંગડ દ્વારા)
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 'સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા' ના સૂત્ર આધારિત રાણપુર તાલુકાના ઉમરાળા ગામે સફાઈ કામગીરી હાથ ધરાવામાં આવી હતી. જેમાં "ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ કામગીરી"ની થીમ પર ઉમરાળા ગામના ધાર્મિક સ્થાન ખોડીયાર માતાના મંદીર આસપાસ અને ગામના જાહેર સ્થળો પર સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સમગ્ર ગામ અને ધાર્મિક સ્થળોની સ્વચ્છતા દ્વારા સ્વચ્છ અને સ્વસ્થ રહેવા ગામલોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આ તકે ઉમરાળા ગ્રામજનો, સરપંચશ્રી તેમજ સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના સ્ટાફ ગણ જોડાયા હતા અને સ્વચ્છતા કામગીરીમાં સહભાગી થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.