અગાઉનો ઝઘડાનો ખાર રાખી યુવક પર પિતા, પુત્રનો હુમલો - At This Time

અગાઉનો ઝઘડાનો ખાર રાખી યુવક પર પિતા, પુત્રનો હુમલો


જામનગર રોડ વિનાયકા વાટીકામાં રહેતાં મહેંદ્રસિંહ વાઘેલાને બુલેટ પાર્ક કરવા બાબતે અગાઉ માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી પિતા પુત્રએ છરી વડે યુવક પર હુમલો કર્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર ફરીયાદી મહેંદ્રસિંહ હમીરસિંહ વાઘેલા (ઉ.વ.35, રહે. વિનાયકા વાટીકા શેરી નં.02 જામનગર રોડ, રાજકોટ, જામનગર રોડ, રાજકોટ, મુળ ગામ-ગેડી તા.રાપર જી. કચ્છ ભુજ) એ ફરિયાદમાં જણાવ્યું કે આશરે પંદર દિવસ પહેલા હું બુલેટ લઇને જામનગર રોડ પર આવેલ બજરંગવાડી પોલીસ ચોકીની સામેની હોટલમાં સવારે ચા પીવા ગયેલ.
ત્યારે બુલેટ કનૈયા ચાની દુકાનની સામે આવેલ લીંબડાના ઝાડ પાસે રાખેલ. તે વખતે કનૈયા ચાની બાજુની પંચરની દુકાનવાડા અલ્લારખાભાઈએ મને જણાવેલ કે અહીથી તમારુ બુલેટ લઇ લો જેથી મે અલ્લારખાભાઈને જણાવેલ કે આ જગ્યા તમારી નથી જાહેર રોડ છે. જેથી અલ્લારખાભાઇ ગુસ્સે થઇ ગયેલ અને મારી જોડે બોલાચાલી કરવા લાગેલ. અને અપશબ્દો આપવાં લાગેલ.
જેથી હું મારુ બુલેટ લઇને ઘરે જતો રહેલ. બાદ ગત તા. 25/05/2024ના રોજ સવારે દસેક વાગ્યે હું મારી સ્કોર્પીયો લઈને જામનગર રોડ પર આવેલ કનૈયા ચાની દુકાને ચા પીવા ગયેલ. ત્યારે મે સ્કોર્પીયો કનૈયા દુકાનની સામે રોડ પર પાર્ક કરીને હું ચા પીતો હતો. તે વખતે પંચરની દુકાનવાડા અલ્લારખાભાઇ તથા તેમનો દિકરો બિલાલ મારી પાસે આવીને બન્ને જણા અમારી સાથે પંદર દિવસ પહેલા પાર્કીંગ બાબતે બોલાચાલી થયેલ તેનો ખાર રાખી મારી જોડે ઝઘડો કરવા લાગેલ.

અલ્લારખાભાઇ ઢીક્કા માર મારવા લાગેલ અને તેનો દિકરો બિલાલ લાકડાનો ધોકો મારવા લાગેલ. ત્યારબાદ બિલાલે તેના નેફામાથી છરી કાઢીને મોઢામાં ડાબી બાજુ છરી મારી દિધેલ. જેથી મોઢામાંથી લોહી નીકળવા લાગેલ. જેથી હું ત્યાથી મારી સ્કોર્પીયો લઇને નિકળી ગયેલ. બાદ ઈજા ગ્રસ્ત હાલતમા સીનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે અલ્લારખા અને તેમના દિકરા બિલાલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.