વન્ય પ્રાણી સુરક્ષા અંતર્ગત ગીર પશ્વિમ વન વિભાગ દ્વારા સઘન તપાસ - At This Time

વન્ય પ્રાણી સુરક્ષા અંતર્ગત ગીર પશ્વિમ વન વિભાગ દ્વારા સઘન તપાસ


વન્ય પ્રાણી સુરક્ષા અંતર્ગત ગીર પશ્વિમ વન વિભાગ દ્વારા સઘન તપાસ
---------
ખૂલ્લા કૂવા, ઇલેકટ્રીક તાર ફેન્સીંગ, ફાર્મ હાઉસ સહિત વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ
----------
ગીર સોમનાથ તા.૫: ગીર પશ્વિમ વન વિભાગ દ્વારા વન્યપ્રાણીની સુરક્ષાને ધ્યાને લઇને પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને સાથે રાખીને ગીર સોમનાથ-જૂનાગઢ જિલ્લાના જંગલ સરહદી વિસ્તારોમાં ખુલ્લા કૂવા, ઇલેકટ્રીક તાર ફેન્સીંગ, રહેઠાણોની જગ્યા સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી હતી.

ગીર પશ્વિમ વન વિભાગના નાયબ વનસંરક્ષક શ્રી પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે, ગીર(પશ્ચિમ) વિભાગ, જૂનાગઢ દ્વારા તા.૦૪ સપ્ટેમ્બર-૨૦૨૪ના પી.જી.વી.સી.એલ, વન વિભાગ તથા પોલીસના સંયુકત ઉપક્રમે પેટ્રોલિંગ/કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોમ્બિંગમાં જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા જંગલ સરહદી વિસ્તારમાં એકબીજાના સંકલનમાં રહી વન્યપ્રાણી સુરક્ષાને ધ્યાને રાખી કામગીરી કરવામાં આવી હતી.

જેમાં ખેતર, વાડી, ફાર્મહાઉસો, વાડી વિસ્તારમાં ઈલેકટ્રીક તાર, ફેન્સીંગ તપાસ તેમજ ખૂલ્લા કૂવાઓ, બહારના રાજય/જિલ્લાના મજૂરોના પડાવો/દંગાઓ, રહેઠાણો ચેક કરવામાં આવ્યાં હતાં. આ સિવાય વાહનો ચેકિંગ, એસ.ટી. સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને જરૂર જણાય તે તમામ જગ્યાઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.