જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારોને સાલ ૨૦૧૨નો રેકર્ડ તોડવા અપીલ કરતાં હરિ હીરપરા - At This Time

જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારોને સાલ ૨૦૧૨નો રેકર્ડ તોડવા અપીલ કરતાં હરિ હીરપરા


જસદણ વિધાનસભાની બેઠકમાં મતદારોને સાલ ૨૦૧૨નો રેકર્ડ તોડવા અપીલ કરતાં હરિ હીરપરા

જસદણ બેઠકમાં સૌથી વધુ મતદાન વર્ષ ૨૦૧૨માં ૮૦.૬૨ ટકા નોંધાયું હતું તેનો રેકોર્ડ તોડવા શહેરના સામાજિક યુવા કાર્યકર હરિભાઈ વેલજીભાઈ હીરપરાએ જસદણ વીંછિયા પંથકના નાગરિક મતદારોને અપીલ કરી છે
જસદણ વિધાનસભા બેઠકની ૧૯૬૨ ની પ્રથમ ચૂંટણીમાં ૪૦.૭૯ ટકા, ૧૯૬૭ ની ચૂંટણીમાં ૫૬.૮૧ ટકા, ૧૯૭૨ ની ચૂંટણીમાં ૪૮.૯૪ ટકા, ૧૯૭૫ ની ચૂંટણીમાં ૭૦.૫૫ ટકા, ૧૯૮૦ ની ચૂંટણીમાં ૫૨.૯૦ ટકા, ૧૯૮૫ ની ચૂંટણીમાં ૫૦.૯૮ ટકા, ૧૯૯૦ ની ચૂંટણીમાં ૫૦.૦૫ ટકા, ૧૯૯૫ ની ચૂંટણીમાં ૬૫.૪૩ ટકા, ૧૯૯૮ ની ચૂંટણીમાં ૬૧.૧૦ ટકા, ૨૦૦૨ ની ચૂંટણીમાં ૭૭.૫૬ ટકા, ૨૦૦૭ ની ચૂંટણીમાં ૬૪.૨૧ ટકા, ૨૦૦૯ ની પેટા ચૂંટણીમાં ૬૯. ૮૭ ટકા,૨૦૧૨ ની ચૂંટણીમાં ૮૦.૬૨ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૧૨ ની ચૂંટણીમાં યોજાયેલ મતદાન ૮૦. ૬૨ ટકા એ જસદણ બેઠકના ઇતિહાસનું સૌથી વધુ મતદાન હતું એટલું જ નહીં સમગ્ર રાજયમાં પ્રથમ રાઉન્‍ડની ચૂંટણીમાં બીજા નંબરનું મતદાન હતું. હવે અત્‍યારની ચૂંટણીમાં જસદણ બેઠકમાં કેટલું મતદાન થાય છે તેના ઉપર લોકોની નજર છે.
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.