દીપાવલિએ પોરબંદર પોલીસે પ્રગટાવ્યો `રક્તદાનનો દીપ' - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bweqd37jcycy3fmk/" left="-10"]

દીપાવલિએ પોરબંદર પોલીસે પ્રગટાવ્યો `રક્તદાનનો દીપ’


દીપાવલિએ પોરબંદર પોલીસે પ્રગટાવ્યો `રક્તદાનનો દીપ'

પોરબંદર શહેર સહિત સમગ્ર જિલ્લામાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી ચાલી રહી છે, ત્યારે પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીએ માનવીય અભિગમ દાખવતાં આજરોજ તા.૨૪ ઓક્ટોબરે એક સ્તુત્ય અને પ્રેરણાદાયક પ્રકલ્પ હાથ ધર્યો હતો. આજના સમયમાં રક્તની જરુરિયાત દિન-પ્રતિદિન વધી રહી છે. આ બાબતને ધ્યાને રાખીને એસપી ડો. રવિ મોહન સૈનીએ આજે દિવાળીના દિવ્ય પર્વની ગરીમાને દીપાવતાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પોરબંદર પોલીસના અધિકારીઓ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એચ.કે. શ્રીમાળી તથા બગવદરના પીએસઆઈ ધાંધલિયા અને પોલીસ સ્ટાફે રક્તદાન કરી સમાજ પ્રત્યેની ફરજને અદા કરવા સાથે ખરા અર્થમાં `ખાખી'નું કર્તવ્ય નિભાવ્યું હતું. પોરબંદર જિલ્લા પોલીસ વડા તથા પોલીસના આવા સ્તુત્ય અભિગમની સમગ્ર શહેરીજનો, આગેવાનો તથા સામાજીક-સેવાકીય સંસ્થાઓ દ્વારા પ્રશંસા કરી પોલીસને બિરદાવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]