માળીયા હાટીના ચામુંડા માતાજીના મંદિરે સંગીતના સુરે ભવ્ય ધૂનમાં ધર્મપ્રેમી જનતા ઝૂમી - At This Time

માળીયા હાટીના ચામુંડા માતાજીના મંદિરે સંગીતના સુરે ભવ્ય ધૂનમાં ધર્મપ્રેમી જનતા ઝૂમી


લોકસેવક જીવાભાઈ અને ધૂન મંડળના નામાંકિત મેપાભાઈ ઝૂમી ઉઠતા ધર્મપ્રેમી જનતા ડોલાવી લોકોના દિલ જીતી લીધા હતા

માળીયા હાટીનાના લોક લાડીલા લોક સેવક જીવાભાઈ સીસોદીયા દ્વારા
માળીયા હાટીના શ્રી ચામુંડા માતાજીના મંદિરે સંગીતના સથવારે ભવ્ય ધુનનું આયોજન કરવામાં આવ્યું જેમાં માળીયા હાટીના તાલુકાના જાનડી, ધૂંમટી, અકાળા, કેરાળા, આંબેચા, સોખડા વાડી, તેમજ માળીયા હાટીના પટેલ સમાજ, સંકીર્તન મંદિર, રામચંદ્રજી મઠ, સોની સમાજ, નંકલન ધૂન સહિતની નામાંકિત ધૂન મંડળીમાં ધર્મપ્રેમી જનતાએ ધુનનો લાભ લીધો હતો અને ધૂન મંડળ ના ભાઈઓ એ અલગ અલગ તાલમાં ધર્મપ્રેમી જનતા ડોલાવી દીધા હતા તેમજ સાથે ધુનમાં અલ્પાહાર રાખેલ હતો આ ધૂન માં દરેક ધર્મ પ્રેમી જનતાએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon