બોટાદ એડી.ડીસ્ટ્રીકટ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી સગીરાને ચાર લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો
બોટાદ એડી.ડીસ્ટ્રીકટ કોર્ટે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી સગીરાને ચાર લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો
બોટાદની સગીરાને 2019માં અલ્પેશ ભુપતભાઈ ધાડવી નામના શખ્સે મોટરસાયકલ પર બેસાડી ગઢડા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં એક ખેતરની ઓરડીમાં લઈજઈને ફોટા પાડી ફોટા વાઈરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. જે અંગે સગીરાએ બોટાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. જે કેસ બોટાદ ડીસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે અને ભોગબનનાર સગીરાને ચાર લાખ રૂપિયાનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ, ભોગબનનાર સગીરા માતા-પિતા સાથે રહેતી હતી અને આરોપી ભોગબનનારની બાજુમાં રહેતા તેમના સબંધીને ત્યાં આવતો જતો હતો. જેથી ભોગબનનાર સગીરા સાથે મિત્રતા કેળવીને સગીરા સાથે ઓળખાણ થઇ હતી. તે દરમિયાન સગીરાને વર્ષ 2019માં આરોપી મોટરસાયકલમાં બેસાડી ગઢડા તાલુકાના એક ગામમાં આવેલા ખેતરમાં ઓરડીએ લઇ ગયો હતો અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગેની ફરિયાદ સગીરાએ પોતે બોટાદ પોલીસ મથકે નોંધાવી હતી. જેથી સગીરાની ફરિયાદના આધારે બોટાદ પોલીસે આઈ.પી.સી કલમ 376, 114, 376 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો નોંધી આરોપી અલ્પેશ ભુપતભાઈ ધાડવી તથા તેના મદદગારી કરનાર મિત્રો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.તપાસ કરનાર પોલીસ અધિકારીએ આરોપી તથા તેના અન્ય મિત્રોની અટક કરેલી. જે અંગેની ચાર્જશીટ તપાસ કરનાર પોલીસ અધિકારીએ નામદાર કોર્ટમાં રજૂ કરી હતી. આ કામમાં સરકાર પક્ષે કુલ 14 સાક્ષીઓને તપાસયા તેમજ કુલ 28 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હાત અને આરોપી અલ્પેશ ધાડવી વિરુદ્ધ ગુનો સાબિત થયો હતો. તેમજ આ કામમાં જિલ્લા સરકારી વકીલ કે.એમ.મકવાણાની દલીલો તથા રજૂઆતો ગ્રાહ્ય રાખી એડીશનલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ધર્મેન્દ્રસિંહજી. રણાએ આઈ.પી.સી. કલમ 376ના ગુનામાં આરોપી અલ્પેશ ધાડવીને કસુરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ચુકવે તો વધુ 6 માસની સાદી કેદની સજા ફટકારી હતી અને ભોગબનનારને રૂપિયા ચાર લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.