દાહોદના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજાઈ - At This Time

દાહોદના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ પી.આર.આઇ મીટીંગ યોજાઈ


દાહોદ : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદયકુમાર ટીલાવત તેમજ જિલ્લા ક્ષય અધિકારી ડો આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ભગીરથ બામણીયાના માગૅદશૅન હેઠળ પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો હેતલ હઠીલા તેમજ ડો દ્રષ્ટિ ડામોર દ્વારા પ્રા.આ.કેન્દ્ર મોટી ખરજ વિસ્તારમાં આવેલ મોટી ખરજ, વરમખેડા તેમજ પુંસરી ગામના તાલુકા સભ્યો, સરપંચ, ગ્રામ પંચાયત સભ્યોને બોલાવી PRI મીટીંગ તેમજ JAS કમિટિની મીટીંગ કરવામાં આવી હતી. જેમા ટી.બી મુક્ત ગ્રામ પંચાયત /હાઇ રીસ્ક ટી.બી પેશન્ટ તેમજ સરકાર દ્વારા ચાલતા તમામ પ્રોગ્રામો વિશે સમજ આપવામા આવી હતી.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image