આટકોટમાં જૂના દવાખાનામાં આવેલા વિશાળકાય વડના વૃક્ષનું પૂજન, અર્ચન કરી પરિણીતાઓએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી - At This Time

આટકોટમાં જૂના દવાખાનામાં આવેલા વિશાળકાય વડના વૃક્ષનું પૂજન, અર્ચન કરી પરિણીતાઓએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી


ભારતીય સંસ્કૃતિ આપણા જીવનનો એક અમૂલ્ય ભાગ છે વાર-તહેવારો, વ્રત, પૂજન એ આપણી સંસ્કૃતિની ઓળખ છે તેમાં એક વ્રત એટલે વડ સાવિત્રીનું વ્રત આ વ્રતમાં પરિણીત મહિલાઓ વડના વૃક્ષ ની પુજા અર્ચના કરે છે અને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે આમ આટકોટમાં જૂના દવાખાનામાં આવેલા વિશાળકાય વડના વૃક્ષનું પૂજન, અર્ચન કરી પરિણીતાઓએ પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. જ્યેષ્ઠ મહિનાની પૂનમ વડસાવિત્રી પૂનમ તરીકે પૂજાય છે. આ દિવસે મહિલાઓ ઉપવાસ કરી વડ દેવને જળ અર્પણ કરી બાદમાં પૂજા કરે છે અને કંકુ, ચોખા, સોપારી, ફળ, ફૂલ વગેરે ધરાવીને બાદમાં 108 પ્રદક્ષિણા કરે છે. ભુદેવોએ મંત્રોચ્ચારના ૧ ૫ઠન સાથે મહિલાઓને વડસાવિત્રીનું પૂજન અર્ચન કરાવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image