બહેનપણીના શ્રીમંત પ્રસંગમાં માવતરના ઘરે આવેલ પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત
સંતકબીર રોડ પર નંદુબાગ સોસાયટીમાં રહેતાં માવતરના ઘરે બહેનપણીના શ્રીમંત પ્રસંગમાં આવેલ પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.બનાવથી પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત મુજબ સંતકબીર રોડ પર નંદુબાગ સોસાયટીમાં રહેતાં માવતરના ઘરે આવેલ.
કોટડાસાંગાણી સાસરે હિરલબેન જયદિપભાઈ પાટડીયા (ઉ.વ.24) ગઈકાલે સાંજે આઠ વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેણીનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે બી.ડીવીઝન પોલીસને જાણ કરતાં એએસઆઈ એન.જી.ભડ્રેચા સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી બનાવનું કારણ જાણવા તજવિજ હાથ ધરી હતી.વધુમાં મળેલ વિગત મુજબ મૃતકના એક માસ પહેલા જ લગ્ન થયા હતાં. અને એકભાઈ એક બહેનમાં મોટી અને તેના પતિ સ્ટીલ કંપનીમાં સુપર વાઈઝર છે પરીવારની એકની એક પુત્રીના મોતથી પરીવારમાં કલ્પાંત સાથે શોક છવાયો હતો.
પતિને દાદીનું સાસુએ ઝાડા-ઉલ્ટી થવાનું કહ્યું હોસ્પિટલે પહોંચ્યો તો જાણ થઈ કે આપઘાત કર્યો છે એક માસ પહેલા જ રાજકોટની હિરલ સાથે લગ્ન કરનાર જયદિપભાઈ પાટડીયાએ ગઈકાલે તેની પત્નીને ફોન કરતાં તેને ફોન ન ઉપાડતાં તે રાજકોટ દોડી આવ્યો હતો. ત્યારે તેના દાદાજી સાસુએ હિરલને ઝાડા-ઉલ્ટી થઈ છે. તેવુ કહેતા હોસ્પિટલે દોડી આવતાં જાણ થઈ કે ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. બનાવ રહસ્યમય બનતાં પોલીસે તપાસ હાથ ધરી છે
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.