ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દીને ફાળો અર્પણ કરવામાં આવ્યો
ભારત દેશ ની દરેક સિમાઓના રક્ષણ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનો ના પરિવારોના કલ્યાણ માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ફાળો આપવામાં આવ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ તા. ૭ ડિસેમ્બર ના રોજ ગાંધીનગર ખાતે સરહદો સાચવતા અને પોતાની માતૃભૂમિ નું રક્ષણ કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી, દેશની રક્ષા માટે પોતાના લીલા માથાના બલિદાન આપનાર વીરગતિ પામેલા સેના અને શસ્ત્ર દલ ના જવાનો ના પરિવારો માટે સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો દાન અર્પણ કરી તેમની સેવાઓનું ઋણ સ્વીકાર છે
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ફાળો આપવામાં આવ્યો હતો. આ સમયે પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ સૈનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના નિવૃત્ત કર્નલ શ્રી જેઠવા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.