ભાજપના અગ્રણી અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે ઠગાઈની પોલીસ ફરિયાદ .
શ્રી સિદ્ધિવિનાયક ડેવલોપર્સના માલિક અને બિલ્ડર અપૂર્વ પટેલ સામે છેતરપિંડીનો વધુ એક ગુનો નોંધાયો છે . બે ફ્લેટ પેટે 06 લાખની રકમ લીધા બાદ ફ્લેટનું પજેસન અથવા રકમ પરત નહીં આપતા વકીલે અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે . શહેરના વાડી વિસ્તારમાં રહેતા એડવોકેટ ઉર્વીશ પટણીએ ફરિયાદ નોંધાવી હતી કે , નવું મકાન ખરીદવા માટે અમે માંજલપુર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ મંદિર પાસે મેંપલ સિગ્નેચર 01 નામની નવી બંધાતી સાઇટની મુલાકાત લીધી હતી . શ્રી સિદ્ધિવિનાયક ડેવલોપર્સના માલિક અપૂર્વ દિનેશભાઈ પટેલને મળી 35. 50 લાખની કિંમતના બે ફ્લેટ બુક કરાવ્યા હતા . જેના વેચાણ અવેજ પેટે 06 લાખની રકમ ચેક મારફતે ચૂકવી હતી . કોરોનાના પગલે સાઈટનું બાંધકામ અટક્યું હતું . ત્યારબાદ આજ દિન સુધી અધુરી કામગીરી ચાલુ નહીં કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો . તપાસ કરતાં આ યોજના બાબતે અપૂર્વ પટેલ પાસે રેરા નોંધણી અંગેનું પ્રમાણપત્ર નથી તેવું બહાર આવ્યું હતું . આખરે ફ્લેટનું પઝેશન અથવા રૂપિયા પરત નહીં આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે .
ઉમેશ ભાટીયા.વડોદરા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.