શેરબજારમાં 3 દિવસની તેજી થંભી, સેન્સેક્સ-નિફ્ટીમાં ફરી મોટો કડાકો, રોકાણકારોને નુકસાન
શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા બાદ ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો. આજે ગુરુવારે પહેલા તો સેન્સેક્સ-નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ અચાનક બજારમાં મોટો કડાકો દેખાયો. બીએસઈ સેન્સેક્સમાં 780 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. જેની સાથે ફરી સેન્સેક્સ 80,000ની સપાટીથી નીચે આવી ગયો.
નિફ્ટીમાં પણ કડાકો નોંધાયો
જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 225 પોઈન્ટ જેટલો ગગડતાં રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન બીએસઈના 30માંથી 29 શેર્સ લાલ નિશાન પર ટ્રેડ થઇ રહ્યા હતા.
બીએસઈ સેન્સેક્સ ગઇકાલે 80,234.08 સપાટીએ બંધ થયો હતો. જ્યારે આજે તે નજીવા વધારા સાથે 80,281.64 ના સ્તરે ખુલ્યો હતો. થોડો સમય ધીમી ગતિએ ચાલ્યા બાદ તે અચાનક ગગડ્યો અને સમાચાર લખવા સુધીમાં તેમાં 780 પોઈન્ટનો જંગી કડાકો બોલાયો હતો. જેના બાદ સેન્સેક્સ 79,420.47ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
કેમ કડાકો બોલાયો?
ભારતીય શેરબજાર (Indian Stock Market) માં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે. ગઈકાલે અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતા. તેની અસર સેન્સક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.