ભચાઉ પો.સ્ટે વિસ્તા૨માં કોમ્બીંગનું આયોજન ક૨ી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/buk7tt6vv5lwopvg/" left="-10"]

ભચાઉ પો.સ્ટે વિસ્તા૨માં કોમ્બીંગનું આયોજન ક૨ી દેશી તથા વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમો ૫૨ કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ


પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓએ પુર્વ કચ્છ જિલ્લામાં તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓએ ભચાઉ પો.સ્ટે વિસ્તારમાં પ્રોહીબિશનની બદી નેસ્ત નાબુદ કરવા તથા પ્રોહીબિશનના વધુમાં વધુ કેશો ક૨વા સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટરથી એ.બી.પટેલ ભચાઉ પોલીસ સ્ટેશન નાઓએ ભચાઉ પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી તેઓને સુચના અને મર્ગદર્શન આપી પો.સ્ટે વિસ્તારમાં કોમ્બીંગ કરી દેશીદારૂ બનાવતા તથા વેચાણ કરતા તથા અંગ્રેજી દારૂ વેચાણ કરતા ઇસમો ૫૨ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
ખોડુભા દેવુભા જાડેજા ઉ.વ ૩૬ રહે.ભરૂડીયા તા.ભચાઉ, અમરશી પરબત કોલી ૨હે.દત્તવિસ્તાર વોંધ તા.ભચાઉ, હીતેષ કશીગર ગોસ્વામી ઉ.વ ૨૬ રહે.સીત૨મપુરા વિસ્તાર ભચાઉ, કરશનભાઇ દાનાભાઇ કોલી રહે.વીજપાસર તા.ભચાઉ, અરવિંદ ખોડા કોલી રહે.મનફરા તા.ભચાઉ, ડેવીડ રાયધણ મણકા ઉ.૫ ૨૨ રહે.ચોપડવા તા.ભચાઉ, વિજયસિંહ ગનુભા જાડેજા રહે.કુંભારડી તા.ભચાઉ, દિનેશ કાનજી સંઘાર રહે.વીજપાસર તા.ભચાઉ

આમ ઉપરોક્ત જણાવેલ નામવાળાઓ ઉ૫૨ અલગ અલગ ગુન્હા દાખલ કરી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના કવાટરીયા નંગ-૧૫ જે કી.રૂ ૧૫૦૦/- તથા દેશીદારૂ લીટ૨ ૪૮ જે કી.રૂ ૯૬૦/- તથા દેશીદારૂ બનાવવાનો આથો લીટર ૧૮૦૦/-જે કી.રૂ ૩૬૦૦/-એમ કુલ્લે કી.રૂ ૬૦૬૦/- નો પ્રોહી મુદામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગી૨ી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.બી.પટેલ તથા ભચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]