સંબંધીની પુત્રી પર બળાત્કાર ગુજારનાર 43 વર્ષના બિલ્ડર નવલ ઠક્કરની ધરપકડ

સંબંધીની પુત્રી પર બળાત્કાર ગુજારનાર 43 વર્ષના બિલ્ડર નવલ ઠક્કરની ધરપકડ


વડોદરા,તા.06 ઓગષ્ટ 2022,શનિવારવડોદરા ગ્રુપમાંથી છુટા પડેલા બિલ્ડર ધવલ ઠક્કરની ગોત્રી પોલીસે સંબંધીની પુત્રી પર બળાત્કારના કેસમાં ગઈ મોડી રાતે ધરપકડ કરી છે.નિકટના સંબંધીની 20 વર્ષની પુત્રીને વાતોમાં ફસાવી તેમજ પોતે પરણીત હોવા છતાં લગ્નની લાલચ આપી અકોટાની એસોસિયેટ સોસાયટીના મકાનમાં બળાત્કાર ગુજારનાર 43 વર્ષના બિલ્ડર નવલ દીપકકુમાર ઠક્કર (કાન્હા બંગ્લોઝ, આમ્રકુંજ સોસાયટી, ઇલોરા પાર્ક) સામે બળાત્કારનો ગુનો નોંધાયો હતો.ઉપરોક્ત ચકચાર ભર્યા બનાવમાં બિલ્ડર દ્વારા પીડીતાને ટ્યુશન ક્લાસ પાસે આંતરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે બિલ્ડરે યુવતીને મોબાઇલ ફોન પણ અપાવ્યો હતો. યુવતીના પિતાએ મોબાઈલ જોતા તેમાં ફોટા જોઈ તેવો ચોકી ઉઠ્યા હતા. પૂછપરછ દરમ્યાન યુવતીએ નવલ ઠક્કરનો ભાડો ફોડ્યો હતો.યુવતીના પિતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા નવલ ઠક્કર તેના કઝીન તપન ઠક્કરને લઈ અંબાજી ગયો હતો. જ્યાં તપનની કાર બગડતાં નવલ બસમાં પરત વડોદરા આવ્યો હતો અને રીક્ષામાં તેને ઘેર જતો હતો ત્યારે ઇલોરાપાર્ક શાકમાર્કેટ પાસે પકડાઈ ગયો હતો. જેથી પોલીસે તપન ઠક્કરની ધરપકડ કરી તેની કાર કબજે લીધી હતી.બિલ્ડર નવલ ઠક્કર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પાંચ દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવતા ગઈકાલે રાત્રે તેની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. બિલ્ડર ક્યાં ક્યાં ગયો હતો અને બીજા કોણે કોણે આશરો આપ્યો છે તેની માહિતી તેમજ પુરાવા મેળવવા પોલીસ રિમાન્ડ માટે તજવીજ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »