જસદણના સાણથલી મા આવતીકાલે આરોગ્ય મેળો યોજાશે જરૂરિયાત મંદ દર્દીઓએ વિનામૂલ્ય લાભ લેવા વિનુભાઈ ધડુકની અપીલ - At This Time

જસદણના સાણથલી મા આવતીકાલે આરોગ્ય મેળો યોજાશે જરૂરિયાત મંદ દર્દીઓએ વિનામૂલ્ય લાભ લેવા વિનુભાઈ ધડુકની અપીલ


(નરેશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ તાલુકાના સાણથલી ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવતીકાલે તારીખ 3/10/2024 ના રોજ સવારે 10 કલાકથી સ્થળ સામિક આરોગ્ય કેન્દ્ર સાણથલી સરકારી દવાખાના ખાતે યોજાશે. આયુષ્યમાન ભવ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય મેળો સામૂહિક આરોગ્ય કેન્દ્ર યૉજાઇ રહ્યો છે. જેમાં આંખના રોગો, કાન, નાક, ગળાના રોગો, અને માનસિક રોગોના નિષ્ણાત સર્જન સેવા આપશે. આ ઉપરાંત બાળકોના રોગોના નિષ્ણાત પણ સેવા આપશે. જેથી જરૂરિયાત મંદ દર્દીઓએ વિનામૂલ્ય લાભ લેવા સાણથલી જિલ્લા પંચાયત સીટના પૂર્વ સિંચાઈ ચેરમેન વિનુભાઈ ધડક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.