ગઢડા શહેર અને તાલુકામાં કોળી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bu2nzoyvuvhgs8lb/" left="-10"]

ગઢડા શહેર અને તાલુકામાં કોળી સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે


ગઢડા સ્વામિના તથા સમસ્ત તાલુકા કોળી સમાજના ઉપક્રમે તેજસ્વી તાંરલાઓને સન્માનિ કરવામાં આવશે. આ તેજસ્વીતા સન્માન દરમ્યાન ધોરણ 8/9 માં 75% તથા ધોરણ 10 /12 માં આર્ટસ કોમર્સ અને ધોરણ 11 /12 સાયન્સમાં 65% તથા તેમજ સ્નાતક અનુસ્નાતક અને સમકક્ષ પી.ટી.સી ,બી.એડ માટે 60% પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2021 22 માટેના તેજસ્વીતા સન્માન માટે યોગ્યતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મોડામાં મોડા આગામી તારીખ 15- 7 -2022 સુધીમાં માર્કશીટની નકલ પાછળ નામ સરનામું અને મોબાઈલ નંબર લખીને જમા કરાવી ફરજિયાત ટોકન મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે. આ માર્કશીટની નકલ તથા વિગત ગઢડા શહેરમાં પ્રકાશભાઈ સાંકળિયા (પોલીસ સ્ટેશન સામે), નરેશભાઈ મામેરીયા (બોટાદ રોડ પટેલ એટુ ઝેડ સામે), હરેશભાઈ સરવૈયા (ટાટમ), અને વીરજીભાઈ ચૌહાણ (ઢસા) પાસે જમા કરાવી ટોકન મેળવી લેવા અને વધારે માહિતી માટે પ્રમુખ નરેશભાઈ મકવાણા તથા મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયા નો સંપર્ક કરવો.ગઢડા સ્વામીના શહેર તથા સમસ્ત તાલુકા કોળી સમાજના ઉપક્રમે તેજસ્વી તાંરલાઓને સન્માનિત કરવામાં આવશે. જે માટે સમાજના તેજસ્વી તાડલાઓને સન્માનિત કરવામાં આવનારા છે જેની નોંધ લેવા જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]