પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા " શાળા ગૌરવ " સન્માન થી સન્માનિત કરાયા

પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા ” શાળા ગૌરવ ” સન્માન થી સન્માનિત કરાયા


પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શ્રી પરવડી બ્રાન્ચ શાળા પરિવાર દ્વારા " શાળા ગૌરવ " સન્માન થી સન્માનિત કરાયા

ગારિયાધાર તાલુકાની શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક પરેશકુમાર ગોરધનભાઈ હિરાણી ને શાળા તથા શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ વિશ્વ વંદનીય પ.પુ.મોરારીબાપુ ના વરદહસ્તે તલગાજરડા ખાતે " ચિત્રકૂટ એવોર્ડ" થી સન્માનિત કરવામાં આવેલ

આવા ઉચ્ચ અને પ્રતિષ્ઠિત એવોર્ડ થી સન્માનિત થઈને પરેશકુમાર હિરાણી એ સમગ્ર શાળા પરિવાર , પરવડી ગામ , ગારિયાધાર તાલુકા અને ભાવનગર જિલ્લાનુ ગૌરવ વધારેલ છે

પરેશકુમાર હિરાણી ગુજરાત રાજ્ય ના પ્રતિભાશાળી શિક્ષક તથા ભાવનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ થી પણ સન્માનિત થઈ ચુક્યા છે

જે શાળા પરિવાર માટે ગૌરવ ની બાબત છે

ત્યારે શ્રી પરવડી બ્રાન્ચ શાળા ના મદદનીશ શિક્ષક કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવાર દ્વારા આજે પરેશકુમાર હિરાણી ને " શાળા ગૌરવ " સન્માન થી સન્માનિત કરી ગૌરવ ની લાગણી વ્યક્ત કરી હતી

શાળાના બાળકો એ પણ પરેશકુમાર હિરાણી ને સન્માનિત કરાતા ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી

પરેશકુમાર હિરાણી ઉતરોતર પ્રગતિ કરે અને શાળાનું નામ રોશન કરે તથા શાળા ને ગૌરવ અપાવતા રહે તેવી શુભકામનાઓ સાથે કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવારે પરેશકુમાર હિરાણી ને અભિનંદન પાઠવેલ

પરેશકુમાર હિરાણી એ શ્રી કલ્પેશભાઈ ચુડાસમા અને મનોજભાઈ લિયા તથા શાળા પરિવાર નો શબ્દો ના માધ્યમ થી આભાર વ્યક્ત કરેલ

રીપોટર-અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »