લીલીયા મોટા ખાતે તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

લીલીયા મોટા ખાતે તાલુકા કક્ષા નો ગણિત વિજ્ઞાન મેળો યોજાયો


લીલીયા મોટા ની પે.સેન્ટર કન્યાશાળા ખાતે તાલુકા ગણિત વિજ્ઞાન મેળાનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવેલ લીલીયા મોટા ના સરપંચ જીવનભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજવામાં આવેલ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવેલ લીલીયા તાલુકાના વિવિધ શાળા માંથી પસંદ કરેલ 20 કૃતિ તાલુકા કક્ષાએ પ્રોજેક્ટ પ્રદર્શિત થયેલ તાલુકા ગણિત વિજ્ઞાન પ્રદર્શન બાળાઓના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકવામાં આવેલ આ તકે જિલ્લા શિક્ષણ તાલુકા ભવન ના સિનિયર લેકચરર ભરતભાઈ ડેર ની વિશેષ ઉપસ્થિતિ રહેલ સાથે સાથે લીલીયા પ્રાથમિક શિક્ષણ સંઘ અને તાલુકા શૈક્ષણિક સંઘના હોદ્દેદારો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.ની તથા ગણિત વિજ્ઞાનના શિક્ષણ કાર્યકર્તા શિક્ષકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ અતુલભાઇ.આર.દવે બવાડી તેમની શિક્ષક ફરજ પરથી નિવૃત્તિ સમયે પ્રદર્શનમાં ભાગ લેતા તમામ વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમની ઉમદા ભાવના બાળકો અને શિક્ષણ પ્રત્યે વ્યક્ત કરેલ હતી ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે દાતા તરફથી મળેલ કીટનું વિતરણ કરવામાં આવેલ આકાર્યક્રમને સફળ બનાવવા લીલીયા બી.આર.સી અભિષેકભાઈ ઠાકરની રાહબરી બી.આર.સી તમામ કો-ઓર્ડીનેટર તેમજ સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ આ તકે વિષય નિષ્ણાંત શિક્ષકો જેમાં ગોયાણી સાહેબ,દવે સાહેબ તથા અગવાન સાહેબ એ તમામ કૃતિનું મૂલ્યાંકન કરી શ્રેષ્ઠ કૃતિ ની પરખ કરેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી કો ઓર્ડીનેટર પી.એમ.રાખસીયા એ કરેલ તેમ ઈમરાન પઠાણની અખબાર યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.