ચોટીલા તાલુકાના ખરેડી ગામે ઘાસ ભરીને જતી આઇસરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી.
તા.09/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ શોર્ટ સર્કિટથી ઘાસ ભરી અને જતી આઇસરમાં આગ લાગવાની ઘટના સપ્તાહમાં બીજીવાર સામે આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખરેડી ગામ ખાતે સુકી ઘાસનો જથ્થો ભરી અને આઇસર જઈ રહી હતી ત્યારે આ ઘાસના જથ્થાને અચાનક જ વીજળીના ભારથી શોર્ટ સર્કિટ થતા અચાનક જ આઇસરમાં સુકુ ઘાસ ભરેલ હતું તેમાં આગ લાગી હતી અને આ આગ પલવારમાં વિકરાળતા સ્વરૂપ સાબિત થઈ હતી ત્યારે તાત્કાલિક અસરે ચોટીલા ખાતે જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે જેવો ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ મોટાભાગની ઘાસ અને આઇસર આગમાં બળીને ખાખ થઈ ગયા હતા ત્યારે આજુબાજુમાં પસાર થતા લોકોમાં પણ આપણા અફડા તફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો ત્યારે કોઈ મોટી નુકસાની કે જાનહાની ન થાય તે માટે ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.