ઈડરના પૃથ્વીપુરા-ચિત્રોડા નજીકથી બીજી એક લાશ બળેલી હાલતમાં મળી - At This Time

ઈડરના પૃથ્વીપુરા-ચિત્રોડા નજીકથી બીજી એક લાશ બળેલી હાલતમાં મળી


*ઈડરના પૃથ્વીપુરા-ચિત્રોડા નજીકથી બીજી એક લાશ બળેલી હાલતમાં મળી*

ગઈ કાલે ઈડરના પૃથ્વીપુરા-ચિત્રોડા ત્રણ રસ્તા પાસે યુવતીની બળેલી હાલતમાં લાશ મળી આવી હતી.પંથકમાં આ ઘટનાએ ચર્ચાનું જોર પકડ્યું જ હતું એટલામાં જ રવિવારના રોજ આ બનાવની ઘટનાથી ત્રણ કી.મી. આગળ એક યુવકની પણ લાશ મળી આવી હતી.યોગાનુયોગ બાબત એ છે કે આ યુવકની લાશ પણ બળેલી હાલતમાં મળી આવી હતી.આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘટનાની તપાસ હાથ ધરી હતી. સતત બીજા દિવસે બીજી એક લાશ બળેલી હાલતમાં મળી આવતા જાદર પોલીસની સાથે ઇડર ડી.વાય.એસ.પી., સી.બી.આઈ.,એલ.સી.બી., સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આ ઘટનામાં પણ યુવકની લાશ બળેલી હાલતમાં મળતા શનિવારના રોજ મળેલ યુવતીની લાશ અને આ લાશનો અંજામ એક જેવો જ દેખાઈ રહ્યો છે.પહેલા યુવતીની લાશ અને તે ઘટના સ્થળથી જ નજીક અને એવા જ અંજામમાં હવે આ યુવકની લાશ મળી આવતા પંથકમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું.ઘટના સ્થળે મળેલ યુવકની લાશને કેટલીક જગ્યાએ થી જાનવરોએ ફાડી ખાધી હોવાનું પણ દેખાઈ રહ્યું છે.હવે આ બન્ને ઘટનાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ? તે બાબતે લોકમુખે ચર્ચા ચાલી છે.હવે પોલીસ તપાસ દરમ્યાન શું બહાર આવે છે એ જોવું રહ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon