સાકાર જીવન ટ્રસ્ટ ના હિતેનભાઈ ભુતા ના વરદહસ્તે રાજુલા ની શાળા જીર્ણોદ્ધાર માં એક લાખ એકાવન હજાર નું અનુદાન અર્પણ
સાકાર જીવન ટ્રસ્ટ ના હિતેનભાઈ ભુતા ના વરદહસ્તે રાજુલા ની શાળા જીર્ણોદ્ધાર માં એક લાખ એકાવન હજાર નું અનુદાન અર્પણ
રાજુલા ની શાળા માં સાકાર જીવન ટ્રસ્ટ ના હિતેનભાઈ ભુતા ના વરદહસ્તે શાળા જીર્ણોદ્ધાર માં એક લાખ એકાવન હજાર નું અનુદાન અર્પણ તા ૦૭/૧૨/૨૪ શનિવાર શ્રી જે.એ. સંઘવી હાઈસ્કૂલ રાજુલા મુકામે શાળાના ટ્રસ્ટી શ્રી બિપીનભાઈ લહેરીના પ્રયાસોથી શાળામાં રીનોવેશન કામગીરી ચાલી રહી છે તે સંદર્ભે "સાકાર જીવન ટ્રસ્ટ" તરફથી શ્રી હિતેનભાઈ ભુતા (દામનગર) હાલ અમેરિકા તરફથી શાળાને રૂપિયા - 1,51000.(એક લાખ એકાવન હજાર) નું અનુદાન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર શાળા પરિવાર તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે. તેમની સાથે શ્રી દિલીપભાઈ લહેરી (મહુવા) હાલ મુંબઈ શ્રી નિરંજનભાઈ શેઠ (મહુવા) હાલ મુંબઈ, શ્રી પ્રિતેશભાઈ, શ્રી મહેન્દ્રભાઈ ધાખડા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં.શાળા ટ્રસ્ટી શ્રી બિપીનભાઈ લહેરી, આચાર્યશ્રી વાઘ સાહેબ, શ્રી પ્રિતેશભાઈ દ્વારા આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રી હિતેનભાઈ દ્વારા ડિજીટલ ડિજિટલ ટેકનોલોજી અંતર્ગત AI અને Chet GPT અંતર્ગત વિદ્યાર્થીઓને ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી.અત્રે ઉલ્લેખનીય હિતેનભાઈ ભુતા હાલ અમેરિકા તેવો દામનગર ના હકાણી પરિવાર ના પુત્રીરત્ન સુશીલાબેન ના પુત્ર રત્ન દામનગર હકાણી પરિવાર ના ભાણેજ છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.