૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ને તારીખ ૧૩-૦૧-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૩ સુધી કુલ ૧૦૯ પશુ પંખીઓના કોલ મળ્ય - At This Time

૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ને તારીખ ૧૩-૦૧-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૩ સુધી કુલ ૧૦૯ પશુ પંખીઓના કોલ મળ્ય


૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ને તારીખ ૧૩-૦૧-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૩ સુધી કુલ ૧૦૯ પશુ પંખીઓના કોલ મળ્યા ..

સાબરકાંઠા જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિતે જિલ્લા ખાતે કરુણા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં પશુપાલન વિભાગ અને ઈ.એમ..આર.આઇ ગ્રીન હેલ્થ સર્વિસ ઉપક્રમે કુલ ૩ એમ્બ્યુલન્સ હિંમતનગર ખાતે ફાળવવામાં આવી છે. પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતીક સુથારના જણાવ્યા મુજબ તારીખ ૧૩-૦૧-૨૦૨૩ થી ૧૫-૦૧-૨૦૨૩ સુધીમાં ૧૦૯ ઇમરજન્સી કોલ ૧૯૬૨ હેલ્પલાઇન ને મળ્યા હતાં જેમાં ૧- બગલો ૧- બ્લેક આઇબિસ, હોલો -૧, ઘુવડ -૧, કોયલ -૧ અને ૨૬ કબૂતર ની સારવાર કરવામાં આવી હતી. જેમાંથી ૩ કબૂતર નું સારવાર પહેલા મરણ થયું હતું . જ્યારે ૭૮ કોલ પશુઓના મળ્યા હતા.

૧૯૬૨ મા સૌથી વધુ કોલ સાબરકાંઠા મા કાર્યરત એન.જી. ઓ વિરપ્રતાપ ફોઉન્ડેશન અને કર્મયોગી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નોંધાયા હતા.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.