જસદણ પંથકમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ,14.35 કરોડના ખર્ચે રોડ રસ્તા પુલ મંજુર કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો પંથક ના ખેડૂતો રાહદારીઓએ આભાર પ્રગટ કર્યો - At This Time

જસદણ પંથકમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ,14.35 કરોડના ખર્ચે રોડ રસ્તા પુલ મંજુર કરાવતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નો પંથક ના ખેડૂતો રાહદારીઓએ આભાર પ્રગટ કર્યો


(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ ચીતલીયા થી આટકોટ, શાંતિનગર રાજા વડલા થી કુંદણી, બળધોઈ થી મોટા દડવા, નાની લાખાવડ થી કોઠીમા પુલ, નાળા, પ્રોટેક્શન, હોલ અને રોડ નું ટૂંક સમયમાં કામ શરૂ થશે

જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળીયાને જસદણ આટકોટ થી ચિતલીયા શાંતિનગર રાજા વડલા થી કુંદણી, નાની લાખાવાડથી થી કોઠીગામ, બળધોઈ થી મૉટા દડવા ગામના આગેવાનો લોકો ખેડૂતો દ્વારા રજૂઆત કરેલ જે અનુસંધાને ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા રૂપિયા 14.35 કરોડના ખર્ચે તમામ ગામોને જોડતા રોડ રસ્તા અને નાના-મોટા પુલ નાળાઓ પ્રોટેક્શન વોલ મંજૂર કરતા ગ્રામ્ય પંથકમાં ખુશીનો માહોલ છવાયો છે. જે અંતર્ગત મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ તમામ કામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. જેમાં તાલુકાના શાંતિનગર રાજા વડલા જસ અને કુંદણી રોડ નોન પ્લાન જેની લંબાઈ 2.80 કિલોમીટર થાય છે તૅનો ખર્ચ અંદાજિત રૂપિયા અઢી કરોડ મંજૂર થયા છે. આ ઉપરાંત જસદણના આટકોટ અને ચિતલીયા ગામને જોડતો રોડ નૉન પ્લાન રૉડ માટૅ રૂપિયા સાડા ત્રણ કરોડ મંજુર થયા છે જે સાડા ત્રણ કિલોમીટરનો રોડ છે. આ ઉપરાંત જસદણના બળધોઈ તેમજ મોટા દડવાને જોડતો રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂપિયા સાડા ત્રણ કરૉડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે. તેમજ મોટી લાખાવડ થી કોઠીગામ સુધીમાં રૂપિયા 5.5 કરોડના ખર્ચે આ તમામ રસ્તાઓમાં માઇનોર બ્રિજ પ્રોટેક્શન હોલ તથા એપ્રોચ રોડ નું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જે તમામ કામોની ટેન્ડર પ્રક્રિયા બાદ તુરંત કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામ જસદણ વિછીયાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પાણી પુરવઠા જળ સંપત્તિ અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાની રજૂઆતથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજુર કરાતા પંથકના લોકોએ મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રી નો આભાર પ્રગટ કર્યો છે. આ તમામ એક ગામથી બીજા ગામને જોડતા રસ્તા અને પુલ નાળાઓ મંજુર થવાથી ખેડૂતો રાહદારીઓ વાહન ચાલકો આ તમામને અવર-જવર કરવામાં અમુક કિલોમીટરનું અંતર ઘટશે. લોકોને ચોમાસામાં પણ કાચા રસ્તામાં ભારે મુશ્કેલીઓ પડતી તે દૂર થશે તેથી જસદણ પંથકના ખેડૂતો આગેવાનો અને લોકોમાં રાજીપો છવાયો છે. અને મંત્રી કુવરજીભાઈ બાવળિયા નો સૌ કોઈએ જય જય કાર સાથે ધન્યવાદ પાઠવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image