સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ હિંમતનગર - At This Time

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ હિંમતનગર


*આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ હિંમતનગર ખાતે એન.ટી.સી.પી પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.*
**
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત હેલ્થ ડિપાર્ટમેન્ટ તેમજ એન.એસ.એસ. વિભાગ દ્વારા "ટોબેકો મુક્ત" કાર્યક્રમ વિશે વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ડિસ્ટ્રિક્ટ સાયકોલોજીસ્ટ સિસોદિયા નેહા કુમારીએ "ટોબેકો મુક્ત" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમજ જિલ્લા સામાજિક કાર્યકર અરવિંદસિંહ ચંપાવત દ્વારા ટોબેકો મુક્ત વિશે ઉપસ્થિતોને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આચાર્યશ્રી ડૉ. રાકેશ એન. જોષી,પ્રોગ્રામ ઓફિસર ડૉ. ભરત પટેલ,કૉલેજનો સ્ટાફ, તેમજ કૉલેજના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image