પોરબંદરના કાંટેલા ગામે વાડીએ ઘરમાં છ ફૂટનો શીતળ નામના ઝેરી સાપ અને કેનાલ કાંઠે સાત ફૂટનો ધામણ સાપ આવી ચડ્યો - At This Time

પોરબંદરના કાંટેલા ગામે વાડીએ ઘરમાં છ ફૂટનો શીતળ નામના ઝેરી સાપ અને કેનાલ કાંઠે સાત ફૂટનો ધામણ સાપ આવી ચડ્યો


કાંટેલા અને રીણાવાડા વચ્ચે કેનાલ કાંઠે મચ્છીની ઝાળમા ફસાયેલાં સાપને પણ સ્નેક કેચર વિમલભાઈ સોલંકી એ બચાવ્યા

ગોસા(ઘેડ)તા.૨૮/૧૦/૨૦૨૪ હાલની આ ઋતુ મા સાપ અને અજગર રહેણાંક વિસ્તાર અને વાડી વિસ્તારમાં નીકળવાના અને કરડવાના બનાવો સતત વધી રહ્યાં છે. ત્યારે પોરબંદર તાલુકાના બરડા વિસ્તામાં કાંટેલા ગામે એક વાડી વિસ્તારના રહેણાંક મકાનમાં અચાનક આવી સડેલા રસલ સ્પાયપર (ખડ ચિતળ) ઝેરી ગણાતા સાપ પર પરિવારજનોનું દયાન પડતા સર્વે પરિવારજનોના હોશ ઉડી ગયા હતા અને શ્વાસ અધ્ધર સડી ગયા હતા. ત્યારે પ્રકાશભાઈ ત્રિવેદી નામના ભાઈ એ પોરબંદર ખાતે ના સ્નેક કેચર વિમળાભાઈ સોલંકી નો સંપર્ક કરતા વિમલભાઈ સોલંકી અને તેમની ટીમના સભ્યો આશિષ બ્લોચ, દિનેશ કુહાડા તુરંત જ કાંટેલા ગામે દોડી ગયા હતા. કાંટેલા ગામે વાડી વિસ્તાના રહેણાંક ઘરમાં આવી ચડેલા પાંચ છ ફૂટના ઝેરી ગણાતા રસલ સ્પાયપર (ખડ ચિતળ ) સાપ નું રેસ્ક્યુ કરી પકડી પડેલ. આ સાપ ઝેરી હોય માણસ ને કરડે તો તુરત જ તે માણસને દવાખાને ખાસેડવાનો રહે છે. કાંટેલા ગામેથી વાડી વિસ્તારમાં થી સપને પકડી પોરબંદર આવતા હતા ત્યાં તો કાંટેલા અને રિણાવાડા વચ્ચે ચારણઆઈ ના મંદિર આગળ કેનાલ ના કાંઠે બે માણસો ઉભા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા તેઓએ અમોને રોકવી ને કહેલ કે તમો સાપ પકડવા વારા છો? એટલે વિમલભાઈ એ કીધું બોલોને શું કામ છે? ત્યારે તેઓએ કીધું કે સેવાનું કામ છે બે દિવસ થી અમો કેનાલ ના કાંઠે આ સાપને જોઈએ છીએ પણ અમારા પાસે તમારા કે સાપ પકડવા વારના નંબર નહોય લાચાર હતા. તો તમો આને બચાવી આપો. એટલે અમો ત્યાં કેનાલ ના કાંઠે ગયા તો ત્યાં એક મચ્છી મારવાની તૂટેલી ઝાર મા સાતેક ફૂટ લંબાઈ નો બિન ઝેરી ધામણ જાતિનો સાપ ઝાર મા ફસાયેલો તરફડિયા મારતો જોયો. એટલે વિમલભાઈ સોલંકી,આશિષ બ્લોચ અને દિનેશ કુહાડા ની ટીમે બે કલાકની જહેમત થી બે દિવસથી મચ્છી ની ઝાળમાં ફસાયેલાં આ ધામણ જાતિના સપને બચાવી જંગલ વિસ્તામાં મુક્ત કરાયા હતા. રિપોર્ટર :-વિરમભાઈ કે આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.