"આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે......" - AT THIS TIME

“આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે……”

,

* આખા દુધની ચા પીવી હોય તો, પાણીના માટલા ન ફોડો... પત્નીને પૈસા આપો.

* ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો.... નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી.

* રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી.... પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો.

* પત્નીની કિંમત લગ્ન પહેલા અને મૃત્યુ બાદ જ થાય છે.... તમે તો સમજદાર છો જીવતા તેની કિંમત કરો.

* શાકમાં વાળ આવે તો બુમાબુમ ન કરો.... વાળવાળી સ્ત્રીઓ છે જ ક્યા ?..... અરે! ટાલવાળી છે જ ક્યાં ?

* સ્ત્રી કારણ વગર મહિનામાં ત્રણ વાર વિફરે, સ્વીકારી લો... કેમકે ભગવાને તેમનું મગજ જ એવું બનાવ્યું છે... તેમનો વાંક નથી.

* સ્ત્રી-પુરુષના અંગોમાં ફેરફાર છે, તેમ સ્વભાવમાં પણ ફેરફાર રહેવાનો જ.... સ્વીકારી લો.

* તમારા ઘરમાં જે દિવસે સ્ત્રીના આંસુ પડે.... તે દિવસથી તમારા ઘરમાં પતન ની શરૂઆત થાય છે.

* તમે તમારી દીકરીનું દુઃખ જોઈ શકતા નથી ને ?.... તો તમારી પત્ની પણ કોઈકની તો દીકરી છે જ.

* ગુસ્સો અને રિહ ચડાવીને વાંદરા જેવું મોઢું રાખીને ઘરમાં ન રહો.... વાંદરા તો ખેતરમાં શોભે.

* શક્ય હોય તો ગાંડા બનીને જીવો.... ન બની શકાય તો બે ચાર ગોળી ખાઈને ગાંડા બનો.... જીવવાની મજા આવશે.

* ભગવાન તમે ઊંચકી શકો તેટલું જ દુઃખ આપે છે..... માટે વધુ ફરિયાદ ન કરો.

* વધુ ઘન ઘરમાં પ્રકાશની સાથે અંધકાર પણ ફેલાવે છે.... તમારું ભેગું કરેલ ઘન તમારા બાળકોને કામ ન પણ લાગે.

* જવાનીમાં પત્ની સાથે ઝઘડશો નહિ.... ઘડપણમાં તો ઝઘડવાનું જ છે.

* તમારો વિકાસ લોકોને આભારી છે.... અભિમાન ન કરતા..... પતનમાં પણ તે જ લોકો કામ આવશે.

* કોઈ જોડે સબંધ બગડે તો ‘સોરી’ અથવા ‘માફી પત્ર’ લખીને એક દિવસ નીચા બનો.... આજીવન મહાન બનો.

* કોઈપણ વ્યક્તિનું અપમાન કરીને તે વ્યક્તિને નિર્જીવ જેવો જ કરો.... તે અધિકાર તો ભગવાન પાસે જ છે.

* તમે સમાજમાં કેટલા લોકો જોડે બોલતા નથી ?.... તેનો સ્કોર તો ગણો.... તે સ્કોર તમારા વજનથી વધુ તો નથી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »