પત્ની અને બાળકો ની શોધમાં પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતો સરલા નો યુવાન
*સરલા ની ગુમ થયેલા પત્ની બાળકો ને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતો યુવાન*
*૪૦ દિવસ થવા છતાં પોલીસ આજદિન સુધી શોધી શકી નથી*
મુળી તાલુકાનાં સરલા નાં રહેવાસી ઉમેદભાઈ રીજુભાઈ મકવાણા ની ધર્મપત્ની પુજાબેન ઉ.વ.૨૪ સાથે પુત્ર નયન ઉ.વ ૫ બીજો પુત્ર પ્રિન્સ ઉ.વ.૯ માસ સરલા થી તા.૮-૧-૨૩ નાં રોજ રાજકોટ જવા નીકળ્યા હતાં અને ગુમ થયેલા એ બાબતે મુળી તાલુકા પોલીસ મથકે તા.૯-૧-૨૩ નાં ગુમસુધા ફરીયાદ નોંધાવી હતી જેને આજે ૪૦ દિવસ જેટલો સમય થવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે યુવાન પત્ની અને બાળકો માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા મજબુર બન્યો છે અને પોલીસ ની નિષ્ક્રિય કામગીરી બહાર આવી છે અને યુવાન નાં આંખ માં સતત આશુ ટપકી રહ્યા છે અને બાળકો ને મેળવવા માટે ગામે ગામ ફરી રહ્યા છે ત્યારે આ યુવાન ને ન્યાય આપી બાળકો પત્ની ની સત્વરે ભાળ મળે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે
*રામકુભાઈ કરપડા મુળી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.