ધંધુકા ના હડાળા ગામે બંધ મકાનમાં 12.45 લાખના માલમત્તાની ચોરી
ધંધુકા ના હડાળા ગામે બંધ મકાનમાં 12.45 લાખના માલમત્તાની ચોરી થઈ.
બનાવની પ્રાપ્ત માહિતી ગઈ કાલે શનિવારે બપોરે ધંધુકાના હડાળા ગામે રહેતા ઈશ્વરજી મંગાજી ઠાકોરડ ઉ.વ. 53 રહે મૂળ બાવલું તા કડી જિલ્લો મહેસાણાને ગત તારીખ 10-03ના રોજ નજીકમાં રહેતા વેવાઈ ભગવનભાઇ મકવાણાને બંધ મકાનનું ધ્યાન રાખવા કહી તેમના પત્ની લીલાબેન સાથે હડાળાં ગામેથી ઇકો ગાડી લઈ જામનગર રહેતા તેમના દીકરી ભારતીબેનને મળવા માટે મળવા માટે હતા.ગત તારીખ 13-03ના રોજ રાત્રિના 10થી 14-03ના રોજ સવારે 8-30 કલાકના કોઈપણ અરસામાં અજાણ્યા તસ્કરોએ મકાનનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં રાખેલા તેમના પત્નીના ઘરેણાં જેમાં છ તોલા વજનનો સોનાનો નાનો હાર , ત્રણ તોલાનો સોનાનો નાનો હાર, દોઢ –દોઢ તોલાના બે જોડી સોનાના બૂટિયા , એક તોલાનો સોનાનો ટીકો, આશરે એક ટોલા વજનની એક જોડી સોનાની સટુ અડધા –અડધ તોલાની બે વીંટી, આશરે એક તોલા વજનનો સોનાનો કાપ, એક તોલાના એક જોડી કોકરવા , આશરે એક કિલો વજનના ત્રણ જોડી ચાંદીના છડા મળી કુલ 8,45,000ની કિમંતના સોના-ચાંદીના તેમજ 4 લાખ રોકડ રકમ મળીને કુલ 12,45,000નો મુદામાલ ચોરી કરી નાસી ગયા હતા. ચોરીની ઘટના અંગે અજાણ્યા ચોરો ઉપર ધંધુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.