મનપાની સ્ટેન્ડિંગ બેઠક રામવનમાં મળશે, મહત્ત્વના નિર્ણયો લેવાશે
વડાપ્રધાનના આગમનને ધ્યાને લઈને બેઠક બોલાવાઈ જેમાં કરાશે મહત્ત્વની જાહેરાતો.
રાંદરડાથી પ્રદ્યુમ્ન પાર્ક સુધી પેડેસ્ટ્રિયન બ્રિજ સહિતની ગ્રાન્ટ મગાશે.
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે 11 કલાકે મળનારી છે. જોકે આ બેઠક મનપા કચેરીએ નહિ પણ રામવનમાં ખુલ્લામાં આયોજિત કરાઈ રહી છે. જેમાં અધધ 113 દરખાસ્ત લેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈને મહત્ત્વની દરખાસ્તો અને જાહેરાતો આ બેઠકમાં સમાવી લેવાઈ છે. જે 113 દરખાસ્ત લેવાઈ છે તેમાં ઘણા વિસ્તારોમાં રોડ, રિ-કાર્પેટ, ડી.આઈ. લાઈન, ડ્રેનેજ લાઈન, પેવર બ્લોક સહિતના કરોડો રૂપિયાના કામો વણી લેવાયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.