M.A.M હાઈસ્કૂલ ટંકારીયા ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો. - At This Time

M.A.M હાઈસ્કૂલ ટંકારીયા ખાતે વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજાયો.


ભરૂચના ટંકારીયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી મોહસીને આઝમ મિશન બ્રાન્ચ સંચાલિત એમ.એ.એમ. સ્કુલ ટંકારીઆના મદની હોલમાં વાર્ષિક ઇનામી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત એપ્રિલ – ૨૦૨૩ જૂનિયર કે એલ.કે.જી થી ધોરણ – ૧૦ મા ઉત્તીર્ણ થયેલ શાળાના તેજસ્વી તારલાઓને મેડલ અને પ્રમાણપત્ર આપી બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો ઝૈનુંલઆબેદીન સૈયદ સાહેબ (જન શિક્ષણ સંસ્થાન ડિરેક્ટર એન્ડ મેમ્બર સેક્રેટરી ), અઝીઝભાઇ ટંકારવી (ગુજરાત ટુડેના પુર્વ તંત્રી અને કવિ), મૌલાના અબ્દુલરજ્જાક અશરફી (મિશનના નિગરા), અબ્દુલભાઈ કામઠી (સમાજિક કાર્યકર્તા), મુબારકભાઈ ભાણીયા, પુર્વ જિલ્લા પંચાયતના સદસ્ય મકબુલભાઈ અભલી, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલભાઈ ટેલર, નાસીરભાઈ લોટીયા, સૈયદ છોટે સાહબ (પુર્વ તલાટી), મેહબૂબભાઈ પટેલ (નબીપુર), ડોક્ટર ફરહાના પટેલ (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટંકારીયા). ર બાદ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હાજી ઇશાક પટેલ સાહેબે સ્વાગત પ્રવચન આપ્યું અને આચાર્યશ્રીને અવોર્ડ ઓફ ઓનરથી સંન્માનિત કર્યા હતા.
ત્યારબાદ શાળા આચાર્યશ્રીએ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન શ્રેષ્ઠ શિક્ષક તથા બેસ્ટ પર્ફોમર એવોર્ડની જાહેરાત કરી. અને ત્યારબાદ કવિ અને લેખક શ્રી અઝીઝભાઇ ટંકારવીનું ગઝલ સંગ્રહનું પુસ્તક “ગઝલ ગુલઝાર” પુસ્તકનું વિમોચન મહાનુભાવો દ્વારા કર્યું હતું. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય ક્રમાંકે પાસ થનાર ધોરણ : એલ.કે.જી થી લઇ ધોરણ : ૧૦ના વિદ્યાર્થીઓને મેડલ તથા પ્રમાણપત્ર ઉપસ્થિત મહાનુભાવોના હાથે અર્પણ કરાયા હતા. શાળાના પ્રમુખ પટેલ ઈશાક સાહેબ, તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાનાં આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં ઉપસ્થિત દરેક મહાનુભાવોએ પોતાના જ્ઞાનરૂપી સાગરમાંથી વિદ્યાર્થીઓને મોતીરૂપી આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ઝળહળતું પરિણામ લાવવા બદલ દરેક તેજસ્વી તારલાઓને મેડલ તેમજ ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા. અંતે શાળાના શિક્ષકશ્રી પટેલ મુસ્તાકે આવેલ મોંઘેરા મહેમાનોને હૃદયપુર્વક આભાર વ્યક્ત કર્યો હતો...


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.