આરોગ્ય વિભાગે LCBની ટીમ સાથે ભેળસેળયુક્ત ઘીના વેચાણની શંકાએ ખાનગી પેઢીમાં દરોડા પાડ્યા

આરોગ્ય વિભાગે LCBની ટીમ સાથે ભેળસેળયુક્ત ઘીના વેચાણની શંકાએ ખાનગી પેઢીમાં દરોડા પાડ્યા


રાજકોટ મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ તહેવારોમાં ભેળસેળ કરતા ધંધાર્થીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે ત્યારે મનપાના અધિકારીઓને મળેલ ચોક્કસ બાતમીને આધારે રાજકોટ LCB પોલિસ સ્ટાફ સાથે ન્યુ સોમનાથ ઇન્ડ. એરીયા, શેરી નં.-2, કોઠારીયામાં આવેલ જય અંબે એન્ટરપ્રાઇઝ પેઢીમાં તપાસ કરતાં ઘી ફ્લેવર ઉમેરીને ઘી જેવો દેખાવ તથા બંધારણ ધરાવતા અને દીવાબતીમાં વપરાશ કરવાના ઓઠા હેઠળ ભેળસેળ યુક્ત ઘીનું વેચાણ કરતાં હોવાની શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા અનેફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -2006 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી નમૂનો લેવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »