મેંદરડા તાલુકાનાં સમઢિયાળા પાસે અતિગંભીર દિવ્યાંગ બાળકો ની સંસ્થા ખાતે શ્રાવણ માસ દરમ્યાન મહાદેવ નો બિજો પાટોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો
મેંદરડા: સમઢિયાળા અતિગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થામાં મહાદેવ નો બિજો પાટોત્સવ ઉજવાયો
ગંગેડી આશ્રમ પાસે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થામાં શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમો
મેંદરડા વંથલી રોડ પર સમઢિયાળા ગામ પાસે આવેલ શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાજમાન કષ્ટભંજન મહાદેવ નો બીજો પાટોત્સવ ઉજવાયો હતો
માનવસેવા એ જ પ્રભુ સેવા ના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી અતિગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા માં કષ્ટભંજન મહાદેવ શિવ શંકર ના મંદિરને બે વર્ષ પૂર્ણ થતા અને ત્રીજા વર્ષમાં પ્રવેશ કરતા સંસ્થાના સંચાલક દ્વારા મહાપ્રભુ શિવજી શ્રી કષ્ટભંજન મહાદેવ ને શુભ શણગાર સજી મંદિરને શણગારી શંકર ભગવાનનો અભિષેક પૂજા પ્રાર્થના વગેરેનો કાર્યક્રમ આ દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવવામાં આવેલ હતો
કષ્ટભંજન મહાદેવ ના સાનિધ્યમાં આશ્રય લઈ રહેલા આ દિવ્યાંગો દ્વારા પોતાની કાલી ઘેલી ભાષામાં સ્તુતિ,અર્ચના, રુદ્રાભિષેક વગેરે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન આવતા આ ઉત્સવ સંસ્થા માટે અનેરો આકર્ષણ ધરાવે છે આ તકે ઉપસ્થિત હસમુખભાઈ પાનસુરીયા હરસિધ્ધિ ગરબી મંડળ સમઢીયાળા ના પ્રમુખ હિતેશભાઈ માથુકિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા
આ તકે સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને કષ્ટભંજન મહાદેવ શ્રી શંકર મહાદેવ ની અવીરત કૃપા દ્રષ્ટિ દિવ્યાંગ બાળકો પર કાયમ માટે રહે તેવી પ્રાર્થના કરવામાં આવેલ હતી
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.