રાંચી એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, CIFS જવાનોનુ સર્ચ અભિયાન ચાલુ - At This Time

રાંચી એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, CIFS જવાનોનુ સર્ચ અભિયાન ચાલુ


રાંચી, તા. 28 જુલાઈ 2022, ગુરૂવારઝારખંડની રાજધાની રાંચી ખાતેથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાંચી ખાતેના બિરસા મુંડા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ફોન ઉપર રાંચી એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ CIFSના જવાનોએ સર્ચ અભિયાન શરૂ કરી દીધું હતું. ધમકી મળ્યા બાદ રાંચી એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ સાથે જ બિરલા મુંડા એરપોર્ટના દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી.જો કે આ મામલે હજુ સુધી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તરફથી કોઈ પણ અધિકારી લાંબા સમય સુધી કંઈ બોલવા માટે તૈયાર નહોતા. જો કે હવે રાંચી એરપોર્ટના ડાયરેક્ટર કેએલ અગ્રવાલે ધમકી મળ્યાના સમાચારને સમર્થન આપ્યું છે. કેએલ અગ્રવાલે જણાવ્યું હતું કે ધમકીનો કોલ આવ્યો હતો પરંતુ તપાસ બાદ આ કોલ HOAX (હાનિકારક મશ્કરી) કોલ નીકળ્યો હતો. ધમકીભર્યો કોલ આવ્યા બાદ એરપોર્ટ એરિયામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. રાંચી એરપોર્ટના ડાયરેક્ટર અનુસાર શરૂઆતની તપાસમાં આ ધમકીભર્યો કોલ ડરાવનારો કોલ હતો. જો કે એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.