ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ રીતે પૂજારીનો મૃતદેહ મળ્યો

ગઢડા BAPS મંદિરમાંથી શંકાસ્પદ રીતે પૂજારીનો મૃતદેહ મળ્યો


- આ ઘટનાની જાણકારી મળતા DYSP, LCB, SOG સહિતની ટીમનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતોગઢડા, તા. 19 ઓગષ્ટ 2022, શુક્રવારજન્માષ્ટમીના પાવન દિવસે ગઢડામાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ગઢડા BAPS મંદિરમાંથી એક વહેલી સવારે પુરૂષનો શંકાસ્પદ રીતે મૃતદેહ મળ્યો છે. પ્રતાપસિંહ સિંધા નામના વ્યક્તિ BAPS મંદિરમાં પૂજારી તરીકે કામ કરતા હતા. આજે વહેલી સવારે મંદિરમાંથી મૃત હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા શોકનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટનાની જાણકારી મળતા DYSP, LCB, SOG સહિતની ટીમનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. BAPS મંદિરમાંથી મળી આવેલી શંકાસ્પદ ડેડબોડીને લઈને પોલીસે આ અંગે તપાસ હાથધરી છે. આ ઘટનાથી સમગ્ર ગઢડા BAPS મંદિરમાં શોકનો માહોલ જોવા મળ્યો છે.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »