સમાજ શ્રેષ્ઠીઓ અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કોડીનાર નો શાકોત્સવ સંપન્ન. સત્સંગ સભા અને મહા પ્રસાદ નો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો - At This Time

સમાજ શ્રેષ્ઠીઓ અને હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં શ્રી સ્વામિનારાયણ મંદિર કોડીનાર નો શાકોત્સવ સંપન્ન. સત્સંગ સભા અને મહા પ્રસાદ નો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો


કોડીનાર ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા નવનિર્મિત શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રસંગે ભવ્ય શાકોત્સવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી  તેમજ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ સહ આજ્ઞા થી  પ.પુ. ૧૦૮ શ્રી લાલજી શ્રીપુષ્પેન્દ્રપ્રસાદજી મહારાજના રૂડા સાંનિઘ્યમાં સંપન્ન થયો  . આ પ્રસંગે કોડીનાર શહેર તથા આસપાસ ના હજારો હરિભક્તો  સત્સંગ સભા નો લાભ લઇ શાકોત્સવ રૂપી મહાપ્રસાદ ભોજન લીધું હતું . આ શાકોત્સવ પ્રસંગે ઉપસ્થિત પ.પુ. લાલજી શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજીમહારજશ્રી એ હરિભક્તોના ધર્મ પ્રત્યે ની નિષ્ઠા અને ભાવની પ્રશંસા કરીને ભગવાન ની પરા વાણી વચનામૃત માં લખેલી નીતિ અને નિશ્ચય ની વાત ને શાસ્ત્રોક  વિસ્તૃત સમજણ આપી અંતે હરિભક્તો ને પોતાનું જીવન ભગવાને કરેલી આજ્ઞામાં શંકા કર્યા વગર ચુસ્તપણે પાલન કરવા અને ભગવાન મય જીવન બનાવવા ની સમજણ આપી આ કળયુગી વાતાવરણ માં ભક્તિ નું અંગ હોવા છતાં વિષયો અને માયા ના આવરણ આવી કોઈ જીવાત્મા ભટકી ન જાય એની ચિંતા ભગવાન સ્વામિનારાયણે કરી આપણને આ સાત્વિક સંપ્રદાય ની પ્રણાલિકા આપી ભક્તિ નો માર્ગ આપી અને સાથે સાથે આવા દિવ્ય શાકોત્સવ જેવા ઉત્સવો આપ્યાં કે જેમાં આપણે આપણા મન ને શુદ્ધ કરી અને પરમાત્મામય બનાવવા માટે આ ઉત્સવો આપ્યા છે તેની સમજણ આપી  આશીર્વચન આપ્યા હતા તેમજ વક્તા તરીકે ગઢડા(સ્વામીના) કોઠારી શ્રી ઘનશ્યામવલ્લ્ભદાસજી સ્વામી એ પોતાના પ્રવચન માં શ્રીમદ્દ ભાગવત ના દ્રષ્ટાંત સમજાવી ભગવાન ના ગમતાં માં રહી ને ધર્મ સાથે ભક્તિ કેમ કરવી તેની સમજણ આપી હતી જયારે છપૈયાપ્રકાશ સ્વામી એ કોડીનાર ના હરિભક્તો ને નિયમ,નિશ્ચય અને પક્ષ ના ઉપદેશ સાથે પ્રવચન અને આશીર્વચન આપ્યા હતા તેમજ અમરાપુર નિવાસી એકાંતિક ભક્તશ્રી પૂજ્ય નટુબાપા એ પોતાની સભામાં હાજર લોકોને ભગવાન ની આજ્ઞા નું પાલન કરી અને અંતે અક્ષરધામ ની પ્રાપ્તિ કેમ કરવી તેનો સરળ માર્ગ બતાવ્યો હતો અને સાસણ થી પધારેલા પ્રમોદ ભગતે પોતાની સંગીતમય શૈલીમાં ભગવાનના ચરિત્રો સમજાવી ભજન કરી અને કેમ અક્ષરધામ ને પામવું તેની સમજણ આપી હતી આ કાર્યક્રમ નું સફળ સંચાલન જુનાગઢ દેશ ના પ્રતિનધિ નંદલાલભાઈ બામટા દ્વારા કરવામાં આવ્યું હતું.                      આ શાકોત્સવ પ્રસંગે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે લોયા ખાતે શરૂ કરેલ શાકોત્સવ ના મહિમા ને યાદ કરી તેવીજ દિવ્યતા સાથે  કોડીનાર શહેર ના ધર્મકુળ આશ્રિત હરિભક્તો અને સર્વે સમાજ ના લોકો એ હળી મળીને આ દિવ્ય ઉત્સવ પૂર્ણ કર્યો હતો

રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર
9824884786
9724884786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.