આનંદ બંગલા ચોક પાસે આવારા શખ્સે રોફ જમાવી તોડફોડ કરી, યુવકને થપ્પડ મારી હત્યાની ધમકી આપી - At This Time

આનંદ બંગલા ચોક પાસે આવારા શખ્સે રોફ જમાવી તોડફોડ કરી, યુવકને થપ્પડ મારી હત્યાની ધમકી આપી


રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવારા તત્વોને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ અવારનવાર વિસ્તારમાં આવારા તત્વો આતંક સામે આવી રહ્યો છે. ફરી એક વખત શહેરના આનંદ બંગલા ચોક પાસે ચાની દુકાને અજાણ્યા શખ્સોએ આવી તોડફોડ કરી ચાની દુકાન પર હાજર ગોપાલ ગમારાને થપ્પડ મારી જાનથી મારી નાખવા ધમકી આપી છે.જેને લઇ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon