ઘેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ - At This Time

ઘેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ


ઘેડ વિસ્તારના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લેતા પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ

સામરડા, સરમા, ઘોડાદર સહિતના ગામોની મુલાકાત લઇ પરિસ્થિતિનો તાગ મેળવ્યો

જૂનાગઢ તા.૨૧ જૂનાગઢ જિલ્લા સહિત ઘેડ વિસ્તારમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ પશુપાલન અને ગૌ-સંવર્ધન રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમે મેળવ્યો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઘેડ વિસ્તારમાં પાણી ભરાયા છે. જે સંદર્ભે ખેડૂતોના ખેતરમાં થયેલ નુકસાનીનું જાત નિરીક્ષણ મંત્રીશ્રીએ કર્યુ હતું અને વાસ્તવિક પરિસ્થિતિનો ચીતાર મેળવ્યો હતો. આ સાથે ખેડૂતોની અને લોકોના પ્રશ્નો-રજૂઆતો સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
મંત્રીશ્રીએ આ પ્રવાસ દરમિયાન માંગરોળ તાલુકાના સામરડા, સરમા, ઘોડાદર, બગસરા ઘેડ સહિત ગામોની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, ઘેડ વિસ્તારમાં સામાન્ય રીતે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે.
આ તકે મંત્રીશ્રી સાથે શ્રી જેઠાભાઈ ચુડાસમા, સોમતભાઈ વાસણ, ચંદુભાઈ મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ માહિતી બ્યુરો

અસ્વીનભાઈ સરધારા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon